ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા, 36 રનમાં હાંફી ગઈ

ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા, 36 રનમાં હાંફી ગઈ
  • હોસ્ટ ઓસ્ટ્રેલિયન ટીમને જીત માટે માત્ર 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. જે તેમના માટે બહુ જ સરળ લક્ષ્યાંક છે
  • ભારતની આખી ટીમ 36 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર છે

ઝી મીડિયા/બ્યૂરો :ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલબ ઓવલમાં રમાઈ રહેલ પહેલા ટેસ્ટ (India vs Australia) ના ત્રીજા દિવસે આમને-સામને છે. ત્યારે ભારતીય ટીમ માત્ર 36 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. તો ઓસ્ટ્રેલિયાના જીત માટે માત્ર 90 રનનો લક્ષ્યાંક મળ્યો છે. આ સાથે ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા છે. ભારતીય ટીમના બેટ્સમેન પર મોટો સ્કોર બનાવવાની જવાબદારી હતી, જેમાં તેઓ સમગ્ર રીતે અસફળ રહ્યાં. ભારત માત્ર 83 રનની લીડ મેળવી શક્યું. 

હોસ્ટ ઓસ્ટ્રેલિયન ટીમને જીત માટે માત્ર 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. જે તેમના માટે બહુ જ સરળ લક્ષ્યાંક છે. જોકે, પિચનો મિજાજ જે રીતે દેખાઈ રહ્યો છે, આવામાં ઓસ્ટ્રેલિયન ટીમ સંભાળીને રમવા માંગશે. ભારતની આખી ટીમ 36 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર છે. 

આ પણ વાંચો : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા 

કોહલી પણ ફ્લોપ
આ વર્ષની અંતિમ ઈનિંગ રમી રહેલ વિરાટ કહોલી આજકાલ કંઈ ખાસ કમાલ કરી નથી રહ્યાં. પૈટ કમિંસે તેમને 4 રનના સ્કોર પર કૈમરન ગ્રીનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના ઉપ કેપ્ટન અજિંક્ય રહાણે પણ આજે ખાતુ ઓપન કર્યા વગર જ આઉટ થઈ ગયા. જોશ હેઝલવુડે તેઓને જલ્દી જ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાને મોટો ઝાટકો ત્યારે લાગ્યો, જ્યારે ચેતેશ્વર પૂજારા કોઈ પણ રન કર્યા વગર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. તેઓને પણ પૈટ કમિંસે પોતાની બોલના શિકાર બનાવ્યા હતા. 

જસપ્રીત બુમરાહ પાસેથી કેપ્ટન વિરાટ કોહલી પાસેથી અનેક આશાઓ હતી. તેથી તેઓને નંબર 3 પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેઓ પણ આશા પર ખરા ન ઉતર્યાં. તેઓને મિશેલ સ્ટાર્કે 2 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત કર્યા હતા. 

આ પણ વાંચો : રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા સાવધાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

જોકે, ટીમ ઈન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પૂરા કરી લીધા છે. તેઓ ભારત તરફથી સૌથી તેજ આંકડાને પાર કરનારા સલામી બેટ્સમેન બની ગયા છે. તેઓએ માત્ર 19 મેચમાં 1000 રન બનાવ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news