સોશિયલ મીડિયા પર બાજ નજર નહીં રાખે કેન્દ્ર સરકાર, સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન હબ

કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપતાં કહ્યું કે, તે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન હબ બનાવવાના પ્રસ્તાવને પરત લઇ રહી છે. કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર બાજ નજર નહીં રાખે. આ રીતે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન હબ સ્થાપિત કરવાનાના વિરૂધ્ધમાં અરજી દાખલ કરાઇ હતી. 

સોશિયલ મીડિયા પર બાજ નજર નહીં રાખે કેન્દ્ર સરકાર, સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન હબ

મહેશ ગુપ્તા/સુમિત કુમાર : કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપતાં કહ્યું કે, તે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન હબ બનાવવાના પ્રસ્તાવને પરત લઇ રહી છે. કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર બાજ નજર નહીં રાખે. આ રીતે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન હબ સ્થાપિત કરવાનાના વિરૂધ્ધમાં અરજી દાખલ કરાઇ હતી. 

ગત સુનાવણીમાં કોર્ટે સરકાર પાસે જવાબ માંગતા કહ્યું હતું કે, આનાથી દેશ સર્વિલાન્સ સ્ટેટમાં ફેરવાઇ શકે છે. સુપ્રીમ કોર્ટે સુચના અને પ્રસારણ મંત્રાલયના સોશિયલ મીડિયા હબ બનાવવાના નિર્ણય અંગે આકરી ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ઓનલાઇ ડાટા  પર નજર રાખવા માટે રચના કરાતાં એ એક બાજ નજર રાખવા જેવી બાબત થઇ જશે. સરકાર નાગરિકોના વોટ્સઅપ સંદેશ ટેપ કરવા ઇચ્છતી હતી. કોર્ટે સરકારને બે સપ્તાહમાં આ મામલે જવાબ માંગ્યો હતો. 

તૃણમૃલ કોંગ્રેસના ધારાસભ્ય મહુઆ મોઇત્રાનું કહેવું છે કે સોસિયલ મીડિયા પર નજર રાખવા માટે કેન્દ્ર સરકાર આ બધુ કરી રહી છે. એ બાદ ટ્વિટર, ફેસબુક, ઇન્ટાગ્રામ અને ઇમેઇલમાં રહેલો તમામ ડેટા સુધી કેન્દ્ર સરકાર પહોંચી જશે. જોકે અંગત અધિકારોનું આ સરેઆમ ઉલ્લંઘન છે. જેનાથી દરેક વ્યક્તિની અંગત માહિતી પણ સરકાર ફંફોસી શકશે. 

અહીં નોંધનિય છે કે તાજેતરમાં જ કેન્દ્રિય મંત્રાલય દ્વારા આ કામ માટે પીએસયૂ બ્રોડકાસ્ટ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિ. (બીઇસીઆઇએલ)એ એક ટેન્ટર પણ પ્રસિધ્ધ કર્યું હતું. જેમાં એક સોફ્ટવેર માટે નિવિદાઓ મંગાવવામાં આવી હતી. સરકાર જેનાથી સોશિયલ મીડિયાના માધ્યમથી સુચનાઓ એકત્ર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news