#ModiOnZee: અપશબ્દ અંગે PMએ કહ્યું 20 વર્ષથી આ દર્દના ઘુંટડા ગળુ છું...

જ્યારે વડાપ્રધાન મોદીને પુછવામાં આવ્યું કે તમારા વિરોધી કહી રહ્યા છે 23 મે બાદ તમે બિસ્તરા પોટલા બાંધીને ચાલતા થશો

#ModiOnZee: અપશબ્દ અંગે PMએ કહ્યું 20 વર્ષથી આ દર્દના ઘુંટડા ગળુ છું...

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કા પહેલા Zee Newsને આપેલા એક ઇન્ટરવ્યુમાં અનેક સવાલોનાં જવાબ આપ્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા પોતાને કહેવાયેલા અપશબ્દો અંગે પણ મુક્ત રીતે પોતાનો પક્ષ રજુ કર્યો હતો ઝી ન્યુઝનાં એડિટર ઇન ચીફ સુધી ચૌધરી સાથે શુદ્ધ રાજનીતિક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, 23 મેનાં રોજ દેશમાં ફરી ભાજપ સરકાર બનશે. 

વડાપ્રધાને કહ્યું કે, આ વખતે ભાજપને 2014 કરતા વધારે સીટો મળશે. વડાપ્રધાનને જ્યારે પુછવામાં આવ્યું કે, તમને અપશબ્દો કહેવામાં આવે છે તો તમને ખરાબ લાગે છે તેમણે કહ્યું કે, હું પણ માણસ છું મને દર્દ થાય છે. જો કે મારી પણ કેટલીક જવાબદારી છે. એટલા માટે આ દર્દ પી જાઉ છું. મે ગત્ત 20 વર્ષથી આ પી રહ્યો છું. ગરીબીથી નિકળ્યો છું. અમે જે પછાતપણામાંથીનિકળ્યા છે, અનેક સ્થળો પર અપમાન સહ્યા છે. આજે પણ મને મોટા લોકો ગાળો આપો છે. અપશબ્દ કહે છે, સહી લઇએ છીએ. 

વિપક્ષ દાવો કરી રહ્યું છે કે 23 મે બાદ વડાપ્રધાન બિસ્તરા પોટલા બાંધવા લાગશે 
જ્યારે વડાપ્રધાનને પુછવામાં આવ્યું કે, તમારો વિરોધ કરી રહેલા લકો કહી રહ્યા છે કે 23 મે બાદ પેકિંગ કરવા લાગશે. તે અંગે વડાપ્રધાને કહ્યું કે, વિરોધીઓ શું વિચારી રહ્યા છે તે અંગે હું ક્યારે પણ ધ્યાન નથી આપતો. હું પાક્કા વિશ્વાસ સાથે કહી શકું છું કે 2019માં ચૂંટણીમાં જનતાએ ભાજપ અને એન્ડીએને વધારે સીટો આપવાની તૈયારી કરી લીધી છે. હું તે જ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છું. વાત જ્યાં બોરિસા બિસ્તરા બાંધવાની છે તો હું તો દરેક કામ માટે તૈયાર છું. જ્યાં સુધી સપના જોવાની વાત છે તો વિરોધીઓને જોવા દો. તેમનાં સપના તોડવા ન જોઇએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news