ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી નવી આકાશગંગા, NASAએ કર્યાં ખુબ વખાણ
ભારતીય વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની આકાશગંગા AUDFs01 શોધી કાઢી છે. જેને ભારતના પહેલા મલ્ટી વેવલેન્થ સેટેલાઈટ-એસ્ટ્રોસેટની મદદથી શોધવામાં આવી.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની આકાશગંગા AUDFs01 શોધી કાઢી છે. જેને ભારતના પહેલા મલ્ટી વેવલેન્થ સેટેલાઈટ-એસ્ટ્રોસેટની મદદથી શોધવામાં આવી. આ કાર્ય બદલ નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોના ભરપેટ વખાણ કર્યા છે. પુણે સ્થિત અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ ભૌતિકીના Inter-University Centre for Astronomy and Astrophysics (IUCAA) ના વૈજ્ઞાનિકોએ આ શોધ કરી. એસ્ટ્રોસેટ (Multi-Wavelength Satellite, AstroSat)એ બીજી આકાશગંગામાંથી નીકળતી એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયલેટ (યુવી) લાઈટ (Extreme Ultraviolet (UV) Light)ની હાજરી પકડી. જે પૃથ્વીથી લગભગ 9.30 બિલિયન પ્રકાશવર્ષના અંતરે છે. નવી આકાશગંગા હવે દુનિયાની સામે છે જેને AUDFs01 નામ આપવામાં આવ્યું છે.
નાસાએ શું કહ્યું?
આ શોધના એક દિવસ બાદ નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોના ખુબ વખાણ કર્યાં. નાસાની પબ્લિક અફેર્સ ઓફિસર ફિલિસિયા ચાઉએ કહ્યું કે નાસા આ નવી શોધના સંશોધનકર્તાઓને અભિનંદન પાઠવે છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન બધા માટે શોધ કરે છે. તેનાથી આપણી પોતાની ઉત્પત્તિની જાણકારી મળી શકશે કે આપણે ક્યાંથી આવ્યાં.
IUCAAએ આ ખાસ કામને અંજામ આપ્યો
પુણે સ્થિત ICUCAAના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ એસ્ટ્રોસેટના માધ્યમથી આ કારનામાને અંજામ આપ્યો જે ખુબ જ મહત્વપૂર્ણ શોધ ગણાઈ રહી છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોના આ આંતરરાષ્ટ્રીય સમૂહનું નેતૃત્વ ડોક્ટર કનક સાહા કરી રહ્યાં છે. જેઓ IUCAAમાં એસોસિએટ પ્રોફેસર છે. આ શોધ અંગે 24 ઓગસ્ટના રોજ નેચર એસ્ટ્રોનોમીમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ શોધ આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના દળે કરી છે. જેમાં ભારત, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, જાપાન અને નેધરલેન્ડ્સના વૈજ્ઞાનિકો સામેલ છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડો.જિતેન્દ્ર સિંહે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ગર્વની વાત છે કે ભારતની પહેલી મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી 'એસ્ટ્રોસેટ'એ પૃથ્વીથી 9.3 બિલિયન પ્રકાશવર્ષ દૂર સ્થિત એક આકાશગંગાના ચરમ યુવી પ્રકાશની ભાળ મેળવી છે.
Landmark achievement by Indian Astronomers. Space observatory AstroSat discovers one of farthest galaxy of Stars in the Universe. Hailed by leading international journal “Nature Astronomy”. Very important clue for further study of Light in Universe. pic.twitter.com/WLj6SUj6gT
— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 1, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે