એવું એન્કાઉન્ટર જેમાં પોલીસના પરસેવા છૂટ્યા! એક એવો ડોન જેનાથી દાઉદ પણ ડરતો

મુંબઈમાં એક સમયે અંડરવર્લ્ડનું શાસન હતું. પોલીસના નાકમાં જેમણે દમ કરી દીધો હતો. ત્યારે અંધારી આલમનો ડોન દાઉદ પણ જેનાથી ડરતો હતો.

એવું એન્કાઉન્ટર જેમાં પોલીસના પરસેવા છૂટ્યા! એક એવો ડોન જેનાથી દાઉદ પણ ડરતો

STORY OF INDIA'S FIRST ENCOUNTER: દેશની આર્થિક રાજધાની કહેવાતું મુંબઈ શહેર એક સમયે અંડરવર્લ્ડ અને ગેંગસ્ટર વોરનું સાક્ષી રહ્યું છે. મુંબઈમાં રાજ કરવાના આશયથી અંડરવર્લ્ડ અને ગેંગસ્ટર વચ્ચે વર્ષો સુધી લડાઈ રહી હતી. ત્યારે વાત એવા ગેંગસ્ટરની જેનો દાઉદ ઈબ્રાહિમ કરતા પણ વધુ દબદબો હતો. વાત છે મનોહર અર્જુન સુર્વે ઉર્ફે માન્યા સુર્વેની. 8 ઓગસ્ટ વર્ષ1944માં જન્મેલ મનોહર સુર્વે જે સામાન્ય ઘરમાંથી આવતો હતો. મનોહરે મુંબઈની કીર્તિ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું...અભ્યાસમાં હોંશિયાર મનોહરને અપરાધની દુનિયામાં લાવનાર તેનો સોતેલો ભાઈ ભાર્ગવ સુર્વે હતો.

વર્ષ 1969માં ભાર્ગવે તેના ભાઈ અને મિત્ર સાથે મળીને દાંડેકર નામના વ્યક્તિની હત્યા કરી હતી, હત્યાના કેસમાં મનોહર ને આજીવન કારાવાસની સજા થઈ. સજા દરમિયાન યરવડા જેલમાં મનોહર વધુ ખતરનાક બન્યો, ત્યારબાદ તેને રત્નાગીરી જેલમાં મોકલી દેવાયો. 14 નવેમ્બરે 1979 માં મનોહર પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યો. જેલમાંથી ભાગેલો મનોહર ત્યારબાદ બન્યો માન્યા સુર્વે. જેલમાંથી ભાગેલ માન્યા એક પછી એક ગુનાઓને અંજામ આપતો રહ્યો, માન્યા ચોરી, લૂંટ, ખંડણી, હત્યા સહિતનાં અનેક ગુનાઓ કરતો ગયો. એકતરફ માન્યા સુર્વેનો આતંક વધતો ગયો જેની સામે મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠયા. 1970-80 ના દાયકામાં માન્યા સુર્વેનો મુંબઈમાં સિક્કો ચાલતો હતો, જેના કારણે દાઉદ અને તેના મોટા ભાઈ શબ્બીર ઈબ્રાહિમનો તે જાની દુશ્મન બની ગયો.

જેલમાંથી ભાગેલ માન્યા એક પછી એક ગુનાઓને અંજામ આપતો રહ્યો, માન્યા ચોરી, લૂંટ, ખંડણી, હત્યા સહિતનાં અનેક ગુનાઓ કરતો ગયો. એકતરફ માન્યા સુર્વેનો આતંક વધતો ગયો જેની સામે મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠયા. 1970-80 ના દાયકામાં માન્યા સુર્વેનો મુંબઈમાં સિક્કો ચાલતો હતો, જેના કારણે દાઉદ અને તેના મોટા ભાઈ શબ્બીર ઈબ્રાહિમનો તે જાની દુશ્મન બની ગયો. મુંબઈ પોલીસ માટે ખુલ્લી ચેલેન્જ બની ગયેલો માન્યા સુર્વેને પકડવા માટે પોલીસે એન્કાઉન્ટર સ્કોવોર્ડ કરીને ટીમ બનાવી. એક પછી એક માન્યાના ગેંગના લોકોને પકડી દેવામાં આવ્યા.

ઇન્સ્પેક્ટર ઇશાક બગવાન, સિનિયર ઇન્સ્પેક્ટર વાય. ડી. ભીડે ની ટીમે તેમનું મિશન ચાલુ કર્યું. એ દિવસ હતો 11 જાન્યુઆરી 1982 નો...વડાલા વિસ્તારમાં આંબેડકર કોલેજ પાસે માન્યા તેની ગર્લફ્રેન્ડ વિદ્યા જોશીને ત્યાંના બ્યુટી પાર્લર પાસે મળવા આવ્યો હતો. અને ત્યાંજ મુંબઈ પોલીસની ટીમે માન્યાનું એન્કાઉન્ટર કરી નાખ્યું....માન્યા સુર્વેની પ્રેમિકા જ તેના સુધી પહોંચવા પોલીસ માટે મદદરૂપ સાબિત થઈ હતી. કહેવાય છે કે માન્યા સુર્વેના એન્કાઉન્ટર બાદ દાઉદ ઈબ્રાહિમ વધુ તાકાતવર બની ગયો. બીએનો અભ્યાસ કરનાર માન્યા સુર્વે તેના કાળા કામના કારણે દર્દનાક મોતને ભેટ્યો.

વર્ષ 1982 માં માન્યા સુર્વેના એન્કાઉન્ટર બાદ મુંબઈ પોલીસે અનેક એન્કાઉન્ટર કર્યા. માન્યા સુર્વેનું એન્કાઉન્ટર દેશનું પહેલું એન્કાઉન્ટર કહેવાય છે. ત્યારબાદ મુંબઈ પોલીસે અનેક ગેંગસ્ટરનો સફાયો કર્યો. માન્યા સુર્વેના જીવન પર આધારિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ બની હતી, જેમાં જ્હોન અબ્રાહમે માન્યા સુર્વેનો અભિનય કર્યો હતો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news