ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યા
Government Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
Trending Photos
Rajkot News : સરકારી નોકરી એટલે સ્વર્ગની સીડી. સરકારી નોકરી મેળવવા માટે લોકોને કેટલા પાપડ બેલવા પડે છે. પરીક્ષાથી લઈને પોસ્ટીંગ સુધીનો સંઘર્ષ આકરો હોય છે. પરંતું ગુજરાતની એક મહાનગરપાલિકામાં ઉલટું જોવા મળ્યું છે. ગુજરાતની આ મહાનગરપાલિકામાં હાલ અધિકારીઓ સરકારી નોકરીમાંથી ધડાધડ રાજીનામા આપી રહ્યાં છે. અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા છે, અને 10 રાજીનામાં મંજૂરીની રાહમાં છે. એવુ તો શું થયુ છે આ મહાનગરપાલિકામાં ચલો જાણીએ.
TRP અગ્નિકાંડમાં હોમાયેલ નિર્દોષ 27 આત્માઓ શું મનપા તંત્રને નડતર રૂપ છે કે ભ્રષ્ટાચારનો ડર કે, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ શા માટે નોકરી છોડવા લાઈનમાં લાગ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યા છે. જેમાંથી 4 અધિકારીઓના રાજીનામા મંજૂર થયા છે અને 10 રાજીનામાં મંજૂરીની રાહમાં છે. અગ્નિકાંડની આગના લબકારા આજે પણ યથાવત રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી.
કયા અધિકારીઓનાં મંજૂર થયા રાજીનામાં
- અલ્પના મિત્રા (સ્પેશિયલ સિટી એન્જિનિયર)
- મનીષ ચુનારા (મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગ)
- મનુભાઈ પ્રાલિયા (એોન્ચમેન્ટ ઇન્સ્પેક્ટર, જગ્યા રોકાણ શાખા)
- હિતેશ પાંભર (આસિસ્ટન્ટ એન્જિનિયર, બાંધકામ વિભાગ)
અગ્નિકાંડનો રેલો અધિકારીઓ સુધી આવ્યો
રાજકોટ અગ્નિકાંડમાં 27 નાગરિકો હોમાયા હતા. પરંતું આ દુર્ઘટના બાદ સરકારી અધિકારીઓના પગતળે રેલો આવ્યો છે. વિવાદમાં આવેલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, તો કેટલાક પર કાર્યવાહી થઈ રહી છે. ત્યારે ચર્ચા છે કે, ડરના માર્યે અન્ય અધિકારીઓ રાજીનામા આપી રહ્યાં છે. બીજી તરફ એમ પણ કહેવાય છે કે, માત્ર કોર્પોરેશનના કર્મચારીઓને ટાર્ગેટ કરી દોષનો ટોપલો તેમના ઉપર ફોડવામાં આવી રહ્યો છે, જેથી તેઓમાં ડર વ્યાપી ગયો છે. રાજીનામાનું આ પણ એક કારણ છે.
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી દિવસોમા વધુ રાજીનામા પડે તો નવાઈ નહિ. રાજકોટ અગ્નિકાંડ બાદ મનપા ઉપરાંત ફાયર, પોલીસ તેમજ માર્ગ મકાન સહિતના વિભાગોમાંથી 10 જેટલા અધિકરીઓને સસ્પેન્ડ કરાયા છે. આ કારણે મનપાના અધિકારીઓ સામે થયેલી આ કાર્યવાહી બાદ હવે અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે, તેથી તેઓએ રાજીનામાં અને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે લાઇન લગાવી છે. ડર એટલો છે કે, અડધા પેન્શનમાં પણ કામ કરવા તૈયાર થયા છે.
સરકારી નોકરી એટલે મલાઈદાર નોકરી. પરંતું જો આવું જ રહ્યું તો રાજકોટ પાલિકાની ઓફિસને ખાલી થતા વાર નહિ લાગે. એક તરફ સરકારી નોકરીમાં ભરતી થવામાં વર્ષોના વહાણ વીતી જાય છે. તો બીજી તરફ, સરકારી કર્મચારીઓ નોકરીથી દૂર થઈ રહ્યાં છે. આવામાં રાજકોટ પાલિકા સંકટમાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે