ISISનું નવુ મોડ્યુલ: જાફરાબાદ સહિત 10 સ્થળે NIAના દરોડા

રાજધાની દિલ્હી સહિત યૂપીનાં અનેક વિસ્તારોમાં ISISનાં મોડ્યુલનો ખુલાસો થયો છે, જેના હેઠળ NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

ISISનું નવુ મોડ્યુલ: જાફરાબાદ સહિત 10 સ્થળે NIAના દરોડા

નવી દિલ્હી : રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તરપ્રદેશમાં 16 સ્થળો પર એનઆઇએ દ્વારા બુધવારે (26 ડિસેમ્બર)નાં રોજ દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજદાની દિલ્હી સહિત યૂપીનાં અનેક વિસ્તારમાં આતંકવાદી સંગઠન ISISનાં નવા મોડ્યુલ હરકત ઉલ હર્બ એ ઇસ્લામનો ખુલાસો થયો છે, જેના હેઠળ એનઆઇએનાં અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. NIA દ્વારા આ દરોડા ઉત્તરપ્રદેશનાં અમરોહા, પૂર્વી દિલ્હીનાં ન્યૂ સીમલમપુર, જાફરાદાબ જેવા કુલ 16 વિસ્તારોમાં પાડવામાં આવ્યા હતા. 

અનેક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયા
એનઆઇએનાં અધિકારીઓ દ્વારા 16 સ્થલો પર દરોડા દરમિયાન 10 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ તમામ શંકાસ્પદો પાસેથી એનઆઇએની એક ટીમ પુછપરછ કરી રહી છે. જેથી ISISનાં નવા મોડ્યુલ અંગે માહિતી એકત્ર કરી શકાય. 

શું છે હરકત ઉલ હર્બ એ ઇસ્લામ
અત્રે ઉલ્લેખનીય છે કે, હરક ઉલ હર્બ એ ઇસ્લામ એક એવુ સંગઠન છે, જે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનાં માટે લોકોને જોડવાનું કામ કરે છે. નેટવર્કિંગ દ્વારા હરકત ઉલ હર્બ એ ઇસ્લામ સામાન્ય લોકોને આતંકવાદી સંગઠનનો સાથ આપવા માટે ભડકાવવામાં આવ્યા છે. 

અમરોહમાં છુપાયેલો છે આતંકવાદી મુસા ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને શંકા છે કે આતંકવાદી ઝકીર મુસા યુપીના અમરોહા જિલ્લામાં છુપાયેલો છે. મુસાના યુપીમાં છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ એનઆઇએ, પોલીસ અને એટીએસની ટીમ સંયુક્ત રીતે કાર્યવાહી કરી રહ્યા છે. એટલા માટે યુપીના અનેક જિલ્લાઓમાં એલર્ટ ઇશ્યું કરી દેવામાં આવ્યું છે. 

ગૃહમંત્રાલય પહેલા પણ એળર્ટ ઇશ્યુ કરી ચુક્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભારતમાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનાં પગ પસારવા મુદ્દે એલર્ટ ઇશ્યું કરવામાં આવી ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા તેને ગુપ્ત સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news