Nipah Virus: કોરોનાનો માર ઝેલી રહ્યા કેરળ પર વધુ એક ઘાતક વાયરસનું જોખમ, 12 વર્ષના બાળકનું મોત
એકબાજુ દેશમાં જ્યાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા અને કેરળ હાલ કોરોનાની સૌથી વધુ થપાટ સહન કરી રહ્યું છે ત્યાં કેરળમાં વધુ એક વાયરસની એન્ટ્રીથી હડકંપ મચ્યો છે.
Trending Photos
Nipah Virus: એકબાજુ દેશમાં જ્યાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા અને કેરળ હાલ કોરોનાની સૌથી વધુ થપાટ સહન કરી રહ્યું છે ત્યાં કેરળમાં વધુ એક વાયરસની એન્ટ્રીથી હડકંપ મચ્યો છે. ઘાતક વાયરસ નિપાહના સંક્રમણથી 12 વર્ષના એક બાળકનું મોત થતા નવું સંકટ ઊભું થયું છે. નિપાહ વાયરસથી સંક્રમિત આ કેસ કેરળના કોઝિકોડ જિલ્લામાં મળી આવ્યો છે. કોઝિકોડમાં 12 વર્ષના બાળકમાં નિપાહ વાયરસના સંક્રમણના લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગે આપી.
નિપાહ વાયરસથી આજે સવારે આ બાળકનું મોત થયું. આ અગાઉ તેનામાં ઈન્સેફલાઈટિસના લક્ષણો જોવા મળ્યા હતા અને હોસ્પિટલમાં તપાસ બાદ નિપાહ વાયરસની સંભાવના વ્યક્ત કરાઈ હતી. નિપાહના સંદિગ્ધ સંક્રમણની સૂચના મળ્યા બાદ રાજ્ય સરકારે શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.
કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સ્થિતિને સંભાળવા માટે ટીમો બનાવવામાં આવી છે. સંપર્ક ટ્રેસિંગ અને અન્ય ઉપાય પહેલેથી જ શરૂ કરી દેવાયા છે. હાલ ગભરાવવાની કોઈ જરૂર નથી. પરંતુ સાવધાની રાખવાની જરૂર છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે અત્યાર સુધીમાં મૃતક બાળકના પરિવારમાં કોઈ પણ સભ્યમાં આ વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી. હું આજે કોઝિકોડ જઈશ.
દેશમાં પહેલીવાર કોઝિકોડમાં મળ્યો હતો જીવલેણ વાયરસ
દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ કેરળના કોઝિકોડમાં 19 મે 2018ના રોજ નોંધાયો હતો. રાજ્યમાં એક જૂન 2018 સુધીમાં 17 મોત અને વાયરસના કુલ 18 કેસની પુષ્ટિ થઈ હતી. 2018માં પહેલીવાર કેરળમાં દસ્તક દેનારા આ નિપાહ વાયરસને ડેડલી વાયરસ પણ ગણાવાયો હતો. હકીકતમાં આ વાયરસથી સંક્રમિત 75 ટકા લોકોના મોત થઈ જાય છે. કારણ કે તેની સારવાર માટે અત્યાર સુધીમાં ન તો કોઈ દવા કે રસી ઉપલબ્ધ છે.
We have formed teams to handle the situation. Contact tracing and other measures have already been initiated. As of now, there is no need to panic, but we need to exercise caution: Kerala Health Minister Veena George on the death of a 12-year-old due to Nipah virus infection pic.twitter.com/BKneqWnWr4
— ANI (@ANI) September 5, 2021
મલેશિયામાં સૌથી પહેલા મળ્યો હતો આ વાયરસ
રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર મુજબ મલેશિયાના કમ્પંગ સુંગાઈ નિપાહ ગામમાં આ વાયરસ અંગે સૌથી પહેલા માહિતી મળી હતી. અને આ ગામના નામ પરથી તેનું નામ નિપાહ પડ્યું હતું. ત્યારબાદ સિંગાપુરમાં તેનો કેસ સામે આવ્યો હતો. અત્રે જણાવવાનું કે 2001માં ભારત અને 2004માં બાંગ્લાદેશના કેટલાક લોકો આ વાયરસથી સંક્રમિત થયા હતા.
આ રીતે ફેલાય છે જીવલેણ વાયરસ
આ જીવલેણ વાયરસ સૌથી વધુ દિમાગને નુકસાન પહોંચાડે છે. WHO ના જણાવ્યાં મુજબ તે ડુક્કરથી માણસોમાં ફેલાયો હતો. તજજ્ઞોના જણાવ્યાં મુજબ નિપાહ વાયરસ મુખ્યત્વે ચામાચિડિયાથી ફેલાય છે. આવા ચામાચિડિયાને ફ્રૂટબેટ કહેવાય છે. જે ફળ ખાય છે અને પોતાની લાળને ફળ પર છોડે છે. આવા ફળ ખાનારા જાનવર કે માણસો નિપાહ વાયરસથી સંક્રમિત થાય છે.
જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
ચામાચિડિયાથી માણસોમાં ફેલાતા આ સંક્રમણના સામાન્ય લક્ષણોમાં નર્વસ ઈન્ફ્લેશન, સિઝન, ભયાનક માથાનો દુખાવો, ઉલ્ટી, બેહોશી છે. નિપાહ વાયરસથી બચવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાવાનું ખાતા પહેલા અને પછી હાથ બરાબર ધોવા જોઈએ. દૂષિત ફળો ખાવાથી બચો. ખાસ કરીને દૂષિત ખજૂર ખાવાથી બચો. સંક્રમિત લોકોથી દૂર રહો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે