Nirbhaya Case: નિર્ભયાના દોષીતોને 3 માર્ચે સવારે અપાશે ફાંસી, નવું ડેથ વોરંટ જારી
Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે લગભગ 1 કલાક ચાલેલી સુનાવણી બાદ નિર્ભયાના દોષીતોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. નવા ડેથ વોરંટ અનુસાર 3 માર્ચે સવારે 6 કલાકે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવામાં આવશે.
આ પહેલા બપોરે 2 કલાકે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે, 3 દોષીતો અક્ષય, વિનય અને મુકેશની અરજી નકારી દેવામાં આવી છે. એક દોષી પવન તરફથી આ મામલામાં દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની બાકી છે. સરકારી વકીલે કહ્યું કે, હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલો એક સપ્તાહનો સમય 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગયો છે. તેમણે દલીલ આપી કે હાલ કોઈપણ દોષીની કોઈપણ અરજી કોઈ કોર્ટમાં પેન્ડિંગ નથી, તેથી નવું ડેથ વોરંટ જારી કરી શકાય છે.
2012 Delhi gang-rape case: Delhi court has issued a fresh date for execution of death warrant against all the four convicts. Convicts to be executed on March 3 at 6 am. https://t.co/lUI3flqwzU
— ANI (@ANI) February 17, 2020
એપી સિંહે કહ્યું- વિયન છોડી દીધું છે ખાપા-પીવાનું
સરકારી વકીલની દલીલ બાદ દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, વિયનની માનસિક સ્થિતિ સારી નથી. તેણે કહ્યું કે, તેની સ્થિતિ એટલી ખરાબ છે કે તેણે 11 ફેબ્રુઆરીથી ખાવા-પીવાનું છોડી દીધું છે. એપી સિંહે કોર્ટમાં જણાવ્યું કે, આજે વિનયની માતા જેલમાં તેને મળવા ગઈ હતી. વિનયના માથા પર પાટ્ટા બાંધેલા છે. આ ગંભીર મામલો છે. તેમણે કોર્ટને વિનયનો મેડકલ રિપોર્ટ મંગાવવાની માગ કરી અને કહ્યું કે, તેના માથામાં ગંભીર ઈજા છે. જેલ સુપરિટેન્ડેટ પાસે રિપોર્ટ મગાવતા જેલ મેનુઅલનું ધ્યાન રાખવાનું કહેવું જોઈએ.
ફરી દયા અરજી દાખલ કરવા ઈચ્છે છે અક્ષય
દોષીતોના વકીલ એપી સિંહે કોર્ટને જણાવ્યું કે, અમે અક્ષયની દયા અરજી દાખલ કરવા માગીએ છીએ. તેમણે કહ્યું કે, કેટલાક દસ્તાવેજ લગાવવાના બાકી રહી ગયા હતા. અક્ષયના માતા-પિતાએ અધુરી વિગતો સાથે દયા અરજી કરી હતી. એપી સિંહે કહ્યું કે, જો કોર્ટ અમને મંજૂરી આપે, તો અમે આજે અક્ષયના હસ્તાક્ષર કરાવીને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી કરીશું. તો પવનના વકીલ રવિ કાજીએ કોર્ટને જણાવ્યું કે, તે પણ ક્યૂરેટિવ અને દયા અરજી કરવા ઈચ્છે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે