દેશમાં ટૂંક સમયમાં શરૂ થશે પબ્લિક ટ્રાન્સપોર્ટ, સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઇન્સ: નીતિન ગડકરી
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ શરૂ કરવામાં આવશે. સરકાર આ માટે ગાઈડલાઇન તૈયાર કરી રહી છે. તેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમો લાગુ કરવામાં આવશે. જેથી કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે બસ અને કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન આ વાત કરી હતી.
તેમણે કહ્યું કે ટૂંક સમયમાં સાર્વજનિક પરિવહન સેવાઓ શરૂ કરવામાં આવશે. બસ અથવા કાર ચલાવતા સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે હાથ ધોવા, સેનિટાઇઝેશન, ફેસ માસ્ક જેવા સલામતીનાં પગલાંનું પાલન કરવું પડશે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી માટેના બેલઆઉટ પેકેજની માંગ અંગે ગડકરીએ કહ્યું હતું કે સરકાર આ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓના નિરાકરણ માટે તમામ શક્ય પ્રયાસો કરશે. ગડકરીએ કહ્યું કે તેઓ પીએમ મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના સતત સંપર્કમાં છે. બંને કોરોનાની આ કટોકટી દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાને ઉત્થાન અપાવવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે.
ગડકરીએ રોકાણકારો અને ઈન્ડસ્ટ્રીથી કોવિડ -19 કટોકટીના આ સમયનો લાભ ગ્લોબલ માર્કેટમાં માલિકી વધારવાનું સૂચન કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. હવે કોઈ ચીન સાથે વેપાર કરવા માંગતું નથી. આપણે તેને તક તરીકે લેવી જોઈએ અને તેનો લાભ લેવો જોઈએ. જાપાનના વડાપ્રધાન પણ ત્યાં રોકાણ માટે ઉદ્યોગને સુવિધા આપી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધારવાની આ એક શ્રેષ્ઠ તક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે