ઓળખ્યો આ એક્ટરને? આ તસવીર પાછળ મોટી સરપ્રાઇઝ

ઇન્સ્ટાગ્રામ પર શેયર કરાયેલો આ ફર્સ્ટ લુક બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. 

ઓળખ્યો આ એક્ટરને? આ તસવીર પાછળ મોટી સરપ્રાઇઝ

નવી દિલ્હી : બોલિવૂડમાં પોતાના જોશભર્યા અંદાજ માટે જાણીતો એક્ટર રણવીર સિંહ આજે પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ પ્રસંગે તેણે પોતાના ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે. રણવીરે પોતાના જન્મદિવસે પોતાની આગામી ફિલ્મ '83'નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. રણવીર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેયર કરાયેલો આ ફર્સ્ટ લુક બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.  હાલમાં રણવીર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. 

1983માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત મેળવી હતી. ફિલ્મ માટે રણવીર આકરી મહેનત કરી રહ્યો છે. કપિલ દેવ પોતે રણવીરને ટ્રેનિંગ આપી રહ્યા છે. કપિલ દેવ જેવા દેખાવા રણવીરે કપિલ સાથે ખાસ્સો સમય વીતાવ્યો છે અને તેમની સાથે જોડાયેલી નાની-નાની વાતોને શીખવાની કોશિશ કરી છે. રણવીર પહેલા પણ કપિ દેવ સાથેની અનેક તસવીરો શેર કરી ચૂક્યો છે. ફિલ્મમાં તેની પત્ની દીપિકા પાદુકોણ પણ જોવા મળશે જે કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનું પાત્ર ભજવશે. ફિલ્મનો ડાયરેક્ટર કબીર ખાન છે. ફિલ્મને હિન્દી ઉપરાંત બીજી અનેક ભાષામાં રીલીઝ કરવામાં આવશે.

83 રણવીર સિંહની હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં બનનારી પહેલી ત્રિભાષી ફિલ્મ હશે. ફિલ્મના પ્રોડ્યુસર મધુ મન્ટેના છે. તેમણે જણાવ્યું કે જો ભારત 2019માં વર્લ્ડ કપ જીતે તો અમે તેના પર પણ ફિલ્મ બનાવવા માંગીશું. આ ફિલ્મ 10  એપ્રિલ, 2020ના દિવસે રિલીજ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news