દેશમાં વધુ 10 લોકોને કોરોનાનો ચેપ, કેરલમાં 6 અને કર્ણાટકમાં નવા 4 મામલા આવ્યા સામે


દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 57 સુધી પહોંચી ગઈ છે. આજે કેરલમાં 6 જ્યારે કર્ણાટકમાં ચાર નવા દર્દી સામે આવ્યા છે. સોમવાર સુધી દેશમાં 47 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત હતા. 

દેશમાં વધુ 10 લોકોને કોરોનાનો ચેપ, કેરલમાં 6 અને કર્ણાટકમાં નવા 4 મામલા આવ્યા સામે

નવી દિલ્હીઃ દેશમાં વધુ 10 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી છ કેરલ જ્યારે ચાર કર્ણાટકથી છે. કેરલમાં નવા મામલાની જાણકારી ત્યાંના મુખ્યપ્રધાને આપી છે. તો કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાને રાજ્યમાં ચાર દર્દીઓ વિશે જણાવ્યું છે. આ સાથે દેશમાં કોરોના વાયરસથી કુલ ચેપી લોકોની સંખ્યા વધીને 57 સુધી પહોંચી ચુકી છે. પરંતુ કેન્દ્ર સરકારે આ નવા મામલાની ખાતરી કરી નથી. 

કેરલમાં છ નવા દર્દી
કેરલના મુખ્યપ્રધાન પિનરાયી વિજયને કહ્યું કે, રાજ્યમાં સાતમાં  ધોરણ સુધી અભ્યાસ અને પરીક્ષા 31  માર્ચ સુધી સ્થગિત રહેશે. એટલે કે કેરલમાં સાતમાં ઘોરણ સુધીના બાળકોની શાળા બંધ રહેશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે, ધોરણ 8, 9  અને 10ની પરીક્ષા નિર્ધારિત યોજના પ્રમાણે યોજાશે. કેરલ સરકારે ટ્યૂશન ક્લાસ, આંગણવાડી, મદરસા 31 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. 

— ANI (@ANI) March 10, 2020

ઇટાલીથી પરત ફરેલા વ્યક્તિથી ફેલાયો ચેપ
ઇટાલીથી પરત આવેલા એક વ્યક્તિના માતા-પિતાને કોટ્ટયમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. તેની ઉંમર 90 અને 85 વર્ષ છે. મંગળવારે જે અન્ય બે લોકોમાં કોરોના વાયરસના ચેપની ખાતરી થઈ છે, તે બંન્ને ઇટાલીથી પરત ફર્યા તે વ્યક્તિને એરપોર્ટ પર ઘેરી લેવામાં આવ્યા હતા. 

કર્ણાટકમાં ચાર કેસોની ખાતરી
તો કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી શ્રીરામમુલુએ રાજ્યમાં ચાર નવા લોકોમાં કોરોના વાયરસનો ચેપ લાગવાની ખાતરી કરતા કહ્યું કે, તેને પરિવારથી અલગ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તેના પર સરકારની નજર છે. સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને સાવધાની રાખવા અને ચેપને ફેલાવતો અટકાવવામાં મદદની અપીલ કરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news