જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાથી કોંગ્રેસ કાળઝાળ, ગદ્દાર, જયચંદ-મીરજાફર સુદ્ધા કહી નાખ્યા
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં પાર્ટીને આટલો મોટો આંચકો મળતા જ ધૂંધવાયેલા કોંગ્રેસીઓ જ્યોતિરાદિત્ય પર આરોપબાજી કરવા લાગ્યા છે. કોઈ તેમને જયચંદ તો કોઈ તેમને ગદ્દાર ગણાવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં પાર્ટીને આટલો મોટો આંચકો મળતા જ ધૂંધવાયેલા કોંગ્રેસીઓ જ્યોતિરાદિત્ય પર આરોપબાજી કરવા લાગ્યા છે. કોઈ તેમને જયચંદ તો કોઈ તેમને ગદ્દાર ગણાવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના મોટા નેતા અરૂણ યાદવે તો જ્યોતિરાદિત્યના લોહીમાં ગદ્દારી હોવા સુદ્ધાનો હવાલો આપી દીધો.
જ્યોતિરાદિત્ય પર અધીર રંજનનો વાર
આ બાજુ પાર્ટીના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ તો તેમને ગદ્દાર પણ ગણાવી દીધા. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવીને યોગ્ય કર્યું છે. જો કે અધીરે માન્યું કે હવે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર બચી શકે તેમ નથી. અધીર રંજન ચૌધરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે પાર્ટી સાથે ગદ્દારી કરશો તો તેને એક્સપેલ થવું જ પડશે. જે ભાજપ અમને ખતમ કરવા માંગે છે તેને તમે મજબુત કરશો તો પાર્ટીએ એક્શન લેવું જ પડશે. તેમણે કહ્યું કે મુશ્કિલ હાલાતમાં પાર્ટી છોડીને જવું એ બેઈમાની છે. પાર્ટીનું નુકસાન ચોક્કસ થશે. લાગે છે કે મધ્ય પ્રદેશમાં અમારી સરકાર બચશે નહીં. પરંતુ ભાજપનું અત્યાર સુધીનું એ રાજકારણ રહ્યું છે કે વિપક્ષ જ્યાં પણ છે તેને તોડી નાખો.
Adhir Ranjan Chaudhary, Congress leader in Lok Sabha: So yes it will indeed be a loss to our party and I don't think our Govt in Madhya Pradesh will survive. This is the present-day politics of BJP, always tries to topple and destabilize opposition govts https://t.co/XkiPiEwIjO pic.twitter.com/kM7RSbZihn
— ANI (@ANI) March 10, 2020
ખબર નહીં હવે શું થઈ ગયું-અધીર
કોંગ્રેસના સાંસદે સ્વીકાર્યું કે જ્યોતિરાદિત્યના જવાથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ગત વખતે મધ્ય પ્રદેશ ચૂંટણીમાં જ્યોતિરાદિત્યને કેમ્પેઈન કમિટીના ચેરમેનની ભૂમિકા અપાઈ હતી. ભાજપ સામે તેમણે ખુબ સંઘર્ષ કર્યો હતો. અમે તેમના સંઘર્ષને સ્વીકારીએ પણ છીએ. તેમણે જ્યોતિરાદિત્ય પર કોંગ્રેસ વિરુદ્ધ ભાજપના ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ખબર નહીં હવે શું થઈ ગયું? પાર્ટીની હાલત દરેક જગ્યાએ એક જેવી રહેતી નથી. અમારી પાર્ટીના લોકો ભાજપના આ કાવતરામાં સામેલ થઈ જાય છે.
સિંધિયાના પરિવાર પર ઉઠાવ્યાં સવાલ
આ બાજુ સિંધિયાના રાજીનામાને લઈને કોંગ્રેસના નેતા અરુણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે જ્યોતિરાદિત્ય દ્વારા અપનાવવામાં આવેલા ચરિત્રને લઈને મને જરાય અફસોસ નથી. સિંધિયા કુટુંબે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ જે અંગ્રેજી હકૂમત અને તેમનો સાથ આપનારી વિચારધારાની પંક્તિમાં ઊભા રતીને તેમની મદદ કરી હતી, આજે જ્યોતિરાદિત્યે પણ તેવી જ વિચારધારાની સાથે એકવાર ફરીથી પડખે થઈને પોતાના પૂર્વજોને સલામી આપી છે.
आने वाला वक़्त अपने स्वार्थों के लिए कांग्रेस कार्यकर्ताओं के 15 वर्षों तक किए गए ईमानदारी पूर्ण जमीनी संघर्ष के बाद पाई सत्ता को अपने निजी स्वार्थों के लिए झोंक देने वाले जयचंदों - मीर जाफरों को कड़ा सबक सिखाएगा ।@INCIndia @INCMP @RahulGandhi @OfficeOfKNath
— Arun Yadav 🇮🇳 (@MPArunYadav) March 10, 2020
અરુણ યાદવે એમ પણ કહ્યું કે આવનારો સમય પોતાના સ્વાર્થ માટે થઈને કોંગ્રેસ કાર્યકરોના 15 વર્ષ સુધી કરાયેલા ઈમાનદારી પૂર્વક જમીની સંઘર્ષ બાદ મળેલી સત્તાને પોતાના અંગત સ્વાર્થ માટે ઝોંકી દેનારા જયચંદો અને મીર જાફરોને આકરો પાઠ ભણાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે