હવે તમામ એરપોર્ટ પર સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશેઃ કેન્દ્રની મહત્વની જાહેરાત

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુની સુચના બાદ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું 

હવે તમામ એરપોર્ટ પર સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશેઃ કેન્દ્રની મહત્વની જાહેરાત

નવી દિલ્હીઃ બુધવારે સરકાર દ્વારા દેશના તમામ એરપોર્ટને સુચના આપવામાં આવી છે કે હવે એરપોર્ટ પર કરવામાં આવતી તમામ પ્રકારની જાહેરાત હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ કરવાની રહેશે. 

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુની સુચના બાદ આ પગલું લેવાયું છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે, તેમના નિયંત્રણ હેઠળ આવતા તમામ એરપોર્ટને જાહેર સુચનાઓની જાહેરાત હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ કરવાની સુચના આપી દેવામાં આવી છે. 

આ સાથે જ દેશમાં ખાનગી સંસ્થાઓ દ્વારા સંચાલિત એરપોર્ટને પણ સ્થાનિક ભાષામાં જાહેરાત કરવાની સુચના આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ સ્થાનિક ભાષામાં જાહેરાત કરવા અંગે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું. તેમણે સુચના આપી હતી કે, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ એરપોર્ટ પર જાહેરાત કરવી જોઈએ. 

જોકે, આ સુચના સાયલન્ટ એરપોર્ટ(એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવતી નથી) ત્યાં લાગુ પડશે નહીં. 

સુરેશ પ્રભુને કેટલાક વર્ગ દ્વારા એવું સુચન કરાયું હતું કે, દેશના એરપોર્ટ પર સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરવી જોઈએ, કેમ કે ઘણા પ્રદેશના લોકોને લોકોને હિન્દી અથવા તો અંગ્રેજી ભાષા આવડતી હોતી નથી અને પરિણામે તેઓ અવઢવમાં મુકાતા હોય છે. 

અત્યારે દેશમાં 100થી વધુ એરપોર્ટ કાર્યરત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news