સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં સૌથી વધારે પોલીસ ખાતામાં અને મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર

ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યમાં મહેસુલ વિભાગ અને પોલીસ ખાતામાં પારાવાર ભ્રષ્ટાચાર હોવાનો સ્વિકાર કર્યો ઓન લાઇન બીન ખેતી હુકમોના વિતરણ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યુ કે સૌથી વધારે ભ્રસ્ટાચાર અને મહેસુલ ખાતામાં થતો આવ્યો ત્યાર બાદ પોલીસ વિભાગ આવે છે .

સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં સૌથી વધારે પોલીસ ખાતામાં અને મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યમાં મહેસુલ વિભાગ અને પોલીસ ખાતામાં પારાવાર ભ્રષ્ટાચાર હોવાનો સ્વિકાર કર્યો ઓન લાઇન બીન ખેતી હુકમોના વિતરણ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યુ કે સૌથી વધારે ભ્રસ્ટાચાર અને મહેસુલ ખાતામાં થતો આવ્યો ત્યાર બાદ પોલીસ વિભાગ આવે છે.

લોકોની માનસિકતા એ ભ્રસ્ટાચારને સ્વીકારી લીધો સરકારે આ બાબતે કોઈ કામ ના કર્યું ભ્રષ્ટાચાર ને લીગલ કરી દેવાની પણ લોકો મજાક કરતા આવ્યા વિજય રૂપાણીએ કહ્યુ કે આજથી 20 -25 વર્ષ અગાઉ કોઇ નાગરિક અધિકારી કે કર્મચારીને પૈસા આપેતો અધિકારી આભડછેટ માનતો અને કહેતો કે મારે ઘરે બૈરી છોકરા છે.

આજે સ્થિતિ 360 ડિગ્રી ઉંધી થઇ ગઇ છે જો કોઇ નાગરીક સરકારી કચેરીમાં કામ પુર્ણ કર્યા બાદ કોઇ પણ પ્રકારનો વ્યવહાર કર્યા વિના ઉભો થાય તો અન્ય કર્મચારી તેને રોકે અને કહે અમારી ઘરે બૈરી છોકરા છે તેનું તો કંઇક વિચારો આજે એવું છે કે અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે

આજદિન સુઘી સરકારે ભ્રષ્ટ્રાચાર નિવારવા કોઇ પગલાં લીધાં નથી અમારી સરકાર ભ્રષ્ટાચાર નિવારવા માટે સતત આયોજન અને ચિંતન કરી રહી છે ઓન લાઇન એન એ  અંગે રૂપાણીએ કહ્યુ કે ઓનલાઇન એનએ થતા કેટલાક લોકોને ખૂંચી રહ્યું છે કેટલીક જિલ્લા પંચાયતો ને તો પોતાની દુકાન બંધ થઇ ગઈ હોવાનું લાગ્યું હોવાથી કોર્ટમાં ગયા છે સરકાર ભ્રષ્ટાચાર ચલાવા માંગતી નથી કડક હાથે કામ લેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news