અજીત ડોભાલ

આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ

ATS&STFના પ્રમુખોની એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે આતંકવાદને  ખતમ કરવા માટે કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદીઓની વિચારધારા સામે લડવાની ખુબ જરૂર છે. અજીત ડોભાલે કહ્યું કે એનઆઈએએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જેટલું પ્રભાવી કામ કર્યું છે એટલું અન્ય કોઈ એજન્સીએ કર્યું નથી. 

Oct 14, 2019, 12:01 PM IST

Surgical Strikeના 3 વર્ષ : રાત્રે 12.30 કલાકે જવાનો પાકિસ્તાનમાં ઘૂસ્યા, અને સવારે 4.30 કલાકે પરત ફર્યા હતા

ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ આતંકી (Terrorists) અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) કરીને ઉરી હુમલા (Uri Attack) ના શહીદોનો બદલો લીધો હતો. આ દિવસ ભારતીય સેના (Indian army)ના ઈતિહાસમાં વિશેષ મહત્વ રાખે છે. ભારતીય સેનાએ એલઓસી (LoC) પાર કરીને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારત અને દરેક ભારતીય માટે આ દિવસ બહુ જ ગર્વનો ગણાય છે, જેમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો હતો. 

Sep 29, 2019, 10:33 AM IST

NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી

ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે પાકિસ્તાન પાસે ફક્ત આતંકવાદ જ હથિયાર છે અને અમે તેને તેમાં સફળ થવા દઈશું નહીં.

Sep 7, 2019, 03:51 PM IST

કાશ્મીરમાં આગામી 7 દિવસ સરકારની અગ્નિ પરિક્ષા, મોદીના વિશેષ દુતે સંભાળી કમાન

એકવાર આ 7 દિવસોના શાંતિથી પસાર થયા બાદ ભારત ખીણમાં સ્થાયી શાંતિ લાવવાનું સમાનાધ શોધવા માટેનો પ્રયાસ કરશે

Aug 11, 2019, 06:11 PM IST

VIDEO: કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા ડોભાલ, સ્થાનિકો સાથે કરી મુલાકાત

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ પહોંચ્યાં. અનંતનાગમાં એનએસએ ડોભાલે સ્થાનિક રહીશો સાથે તથા બાળકો સાથે વાતચીત કરી.

Aug 10, 2019, 03:58 PM IST

જમ્મુ-કાશ્મીરઃ સ્થાનિક લોકો વચ્ચે પહોંચ્યા NSA અજિત ડોભાલ, સડક પર ખાધી બિરિયાની

અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-370 અને કલમ-35Aની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. 

Aug 7, 2019, 07:02 PM IST

અમિત શાહની અજીત ડોભાલ અને IB ચીફ સાથે સંસદમાં હાઈ લેવલ મીટિંગ, કાશ્મીર મુદ્દે ચર્ચા? 

જમ્મુ અને કાશ્મીરમાં જે પ્રકારે હલચલ ચાલી રહી છે તેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અફવાઓનું બજાર ગરમા ગરમ છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સંસદ ભવનમાં ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી.

Aug 4, 2019, 02:15 PM IST

કાશ્મીરમાં વધુ 10,000 જવાનોની તહેનાતી, અકળાયેલા મહેબુબાએ કાઢ્યો બળાપો

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલના કાશ્મીર પ્રવાસ બાદ ત્યાં 10,000 વધારાના સુરક્ષા દળો તહેનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

Jul 27, 2019, 02:43 PM IST

પરિવાર સાથે પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામીણોએ કર્યું ભવ્ય સ્વાગત

શનિવારે સવારે સાડા આઠ વાગ્યે પોતાનાં પૈતૃક ગામ ઘીડી ખાતેના બાલ કુંવારી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાર્ષિક પુજનમાં ભાગ લીધો હતો

Jun 22, 2019, 05:20 PM IST

કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર પર સરકારે કહ્યું- ‘અજીત ડોભાલના વિશે રાહુલ ગાંધી બોલ્યા ખોટુ’

અજીત ડોભાલે મૌલાના મસૂદ અઝહરની મુક્તિનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. અને તેમની તત્કાલીન રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર (એનએસએ) બ્રજેશ મિશ્રાની સાથે તીવ્ર ચર્ચા પણ થઇ હતી.

Mar 11, 2019, 12:35 PM IST
LIVE WC Abhinandan return INDIA: big meeting at border PT51S

અભિનંદન માટે બોર્ડર પર ખાસ બેઠક, શું છે ખાસ? જાણો વિગત

LIVE WC Abhinandan return INDIA: વિંગ કમાન્ડર અભિનંદનની ભારત પરત ફરવાની દસ્તાવેજી કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને આજે સાંજે એમને મુક્ત કરવામાં આવશે. સાંજે ચાર વાગ્યાના અરસામાં વાઘા બોર્ડર પર પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારત મોકલવામાં આવશે. જેને પગલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ઉચ્ચ અધિકારીઓની બોર્ડર પર એક ખાસ બેઠક મળી હતી.

Mar 1, 2019, 12:20 PM IST

PAKને સણસણતો ચાબખો, ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું અમેરિકા, કહ્યું-'જૈશ સામે કાર્યવાહીમાં અમે તમારી સાથે'

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક કાર્યવાહીને અમેરિકાએ પણ ખુલીને સમર્થન આપ્યું છે.

Feb 28, 2019, 10:39 AM IST
Pakistan’s KSE 100 tanks 785 points after India strikes Pakistan PT1M12S

Video : એર સ્ટ્રાઈક બાદ સૌથી પહેલા કડડભૂસ થયું પાકિસ્તાની શેર બજાર

પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતની તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના શેર માર્કેટમાં હાહાકાર મચ્યો છે. ભારતીય વાયુ સેના તરફથી મંગળવારે સવારે કરવામાં આવેલી કાર્યવાહી બાદ કરાંચી સ્ટોક એક્સચેન્જ (KSE)-100 ઈન્ડેક્સ 785.12 અંક ઘટીને 38,821.67ના સ્તર પર પહોંચી ગયું હતું. બુધવારે સવારથી જ કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો ચાલુ થયો હતો. બુધવારે બપોરે અંદાજે 12.30 કલાકે કેએસઈ-100 1135 અંક ઘટીને 37,686.60ના સ્તર પર વેપાર કરતું જોવા મળ્યું હતું.

Feb 27, 2019, 03:40 PM IST
If the US can conduct an operation in Abbottabad Pakistan, then India can also do that : FM PT2M33S

Video : અરૂણ જેટલીએ અમેરિકા અને ઓસામાને લઈને આપ્યું મોટું નિવેદન

કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ ખુબજ કડક શબ્દોમાં આતંકીઓ અને તેમના સહારો આરપનાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. અરૂણ જેટલીએ બુધવારે દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇપણ સંભવ છે. ભારત પણ આવું કરી શકે છે. નાણા મંત્રીએ જ્યારે આ વાત કરી તે સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ધ્રમેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.

Feb 27, 2019, 03:30 PM IST
Imran Khan to chair Pakistan's nuke authority meeting after IAF bombs Jaish camps in Balakot PT47S

આખરે કેમ પાકિસ્તાની વડાપ્રધાને તેમના એર ચીફને ધમકાવ્યા, જાણો

બુધવારે સવારે ભારતીય સીમામાં પાકિસ્તાની વાયુસેનાએ ઘૂસવાનો પ્રયાસ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ ભારતને શાંતિની અને વાતચીતની અપીલ કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે શાંતિના પક્ષમાં છીએ. તો બીજી તરફ, ઈમરાન ખાને તેમના એર ચીફને ધમકાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Feb 27, 2019, 03:30 PM IST
Kutch : Police started highly checking in Coastline area PT1M58S

Video : કચ્છની સરહદો પર પોલીસની બાજ નજર

વાયુસેનાના હુમલા પર ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે. ગુજરાત જ્ય પોલીસ વડાએ પાકિસ્તાન પર એરફોર્સની કાર્યવાહીને પગલે પોલીસ દળના તમામ એકમોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. તો આ સ્ટ્રાઈકને પગલે પોલીસ ભવનમાં યોજાનાર કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે. રાજ્યની સરહદી બોર્ડર પર ચુસ્ત બંદોબસ્તનો હુકમ છોડાયો છે. રાજ્ય બહારથી આવતા વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. હવાઈ હુમલા બાદ રાજ્યની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. જેમાં શામળાજી-રતનપુર બોર્ડર પર પણ પોલીસ કાફલો તૈનાત કરાયો છે. તો બીજી તરફ, કચ્છ સરહદ પણ હાઈ એલર્ટ પર મૂકાઈ છે. સરહદ પર ગમે તે પરિસ્થિતને પહોંચી વળવા માટે સેનાને ખડેપગે કરાઈ છે. આ માટે ટેન્કનો કાફલો પણ સરહદ પર પહોંચી ગયો છે. કચ્છમાં સૈન્યની મુવમેન્ટ વધી ગઈ છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પણ સઘન તપાસ શરૂ કરાઈ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Feb 27, 2019, 03:25 PM IST

સરહદ પર તંગ માહોલને કારણે કોંગ્રેસની CWCની બેઠક કેન્સલ, નહિ આવે રાહુલ-પ્રિયંકા

 હાલ સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલમાં આવતીકાલે અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક કેન્સલ કરાઈ છે. જેને પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ગુજરાત મુલાકાત તથા તેમની રેલી પણ કેન્સલ કરાઈ છે. 

Feb 27, 2019, 02:57 PM IST

એક જ દિવસમાં પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, કહ્યું-અમે યુદ્ધ નથી ઈચ્છતા

બુધવારે સવારે ભારતીય સીમામાં પાકિસ્તાની વાયુસેનાએ ઘૂસવાનો પ્રયાસ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ ભારતને શાંતિની અને વાતચીતની અપીલ કરી છે. 

Feb 27, 2019, 02:23 PM IST
Heath dept released order to all borders districts for stock medicines in Health centers PT3M33S

એલર્ટને પગલે રાજ્યમાં કરાયા આ આદેશ...

વાયુસેનાના હુમલા પર ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે. ગુજરાત જ્ય પોલીસ વડાએ પાકિસ્તાન પર એરફોર્સની કાર્યવાહીને પગલે પોલીસ દળના તમામ એકમોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. તો આ સ્ટ્રાઈકને પગલે પોલીસ ભવનમાં યોજાનાર કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે. રાજ્યની સરહદી બોર્ડર પર ચુસ્ત બંદોબસ્તનો હુકમ છોડાયો છે. રાજ્ય બહારથી આવતા વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. હવાઈ હુમલા બાદ રાજ્યની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. જેમાં શામળાજી-રતનપુર બોર્ડર પર પણ પોલીસ કાફલો તૈનાત કરાયો છે. તો બીજી તરફ, કચ્છ સરહદ પણ હાઈ એલર્ટ પર મૂકાઈ છે. સરહદ પર ગમે તે પરિસ્થિતને પહોંચી વળવા માટે સેનાને ખડેપગે કરાઈ છે. આ માટે ટેન્કનો કાફલો પણ સરહદ પર પહોંચી ગયો છે. કચ્છમાં સૈન્યની મુવમેન્ટ વધી ગઈ છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પણ સઘન તપાસ શરૂ કરાઈ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં આરોગ્ય ખાતા પર પણ દવાઓનો પૂરતો જથ્થો રાખવાની અને હેલ્થ ઓફિસરોને રજા પર ન ઉતરવાની સૂચના તકેદારીના ભાગ રૂપે આપી દેવાઈ છે.

Feb 27, 2019, 02:10 PM IST

યુદ્ધના ભણકારા!! ગુજરાત સહિત દેશની તમામ સરહદો પર સેનાએ પોઝિશન મજબૂત કરી

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પણ ચૂપ બેસ્યું નથી. આજે પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમામાં પ્રવેશ કર્યા હતા, જેમાંથી એકને ભારતીય વાયુસેનાએ ઉડાવ્યું છે. ત્યારે હાલ કાશ્મીરમાં સૈનિક વાહનોની ગડગડ અને હલચલ સંકેત આપી રહી છે કે, આ વિસ્તારમાં ખતરાની શક્યતા છે. આ ખતરો પાકિસ્તાન તરફથી અનુભવાઈ રહ્યો છે. કેમ કે, આ સેક્ટર ભારતીય સેના માટે મહત્વૂપૂર્ણ જ નહિ, પરંતુ નાજુક પણ માનવામાં આવે છે. જ્યાં 1965 તથા 1971ના યુદ્ધોમાં ભારતીય સેના માટે પાકિસ્તાની સેનાએ સમસ્યાઓ પેદા કરી હતી. 

Feb 27, 2019, 01:10 PM IST