Covaxin લઇ ચૂકેલા લોકો કરી શકશે આ દેશોની યાત્રા, કોરોન્ટાઇનની પણ જરૂર નહી
કોરોના મહામારી (Coronavirus Pandemic) ના વિરૂદ્ધ ભારતની જંગમાં દેશની પ્રથમ કોરોના વિરોધી સ્વદેશી વેક્સીન 'કોવેક્સીન' એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારી (Coronavirus Pandemic) ના વિરૂદ્ધ ભારતની જંગમાં દેશની પ્રથમ કોરોના વિરોધી સ્વદેશી વેક્સીન 'કોવેક્સીન' એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ ભારતમાં બાયોટેક દ્વારા નિર્મિત આ વેક્સીનને ડબ્લ્યૂએચઓ (WHO) એ હજુ સુધી મંજૂરી મળી નથી. તેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપતાં પહેલાં ડબ્લ્યૂએચઓએ આગામી 3 નવેમ્બર સુધી આ સંબંધમાં કેટલીક વધારાની જાણકારીઓ માંગી છે. પરંતુ તેમછતાં ઘણા દેશોએ કોવેક્સીનના ડોઝ લેનાર ભારતીયોએ પોતાના આપી છે અને તેમાં નવું નામ ઓમાનનું જોડાઇ ગયું છે.
કોરોન્ટાઇન થવાની જરૂર નહી
તાજેતરમાં જ ઓમાનએ કોવેક્સીનને કોવિડ 19 ની રસી (Corona Vaccine) ની અનુમોદિત યાદીમાં સામેલ છે. ઓમાનની રાજધાની મસ્ક્ટમાં ભારતીય દૂતાવાસએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી તેની જાણકારી આપી હતી. તેના અનુસાર ઓમાન સરકર ભારતના તે તમામ યાત્રીઓને પોતાના દેશમાં યાત્રાની પરવાનગી આપશે. જેમણે યાત્રાના 14 દિવસ પહેલાં કોવેક્સીનના બંને ડોઝ લીધા છે, પરંતુ ઓમાન સહિત એવા ઘણા દેશ છે જે કોવેક્સીનને મંજૂરી આપી ચૂક્યા છે.
કોવેક્સીન લગાવનાર કરી શકે છે ઇરાનની યાત્રા
એવા ભારતીય જેમણે કોવેક્સીનના બંને ડોઝા લીધા હોય, પોતાના વેક્સીન સર્ટિફિકેટ સાથે ઇરાનની યાત્રા કરી શકે છે. યાત્રા વખતે તેમની પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોવો જોઇએ. ટેસ્ટ યાત્રાના 96 કલાક પહેલાં જ કરાવેલો જરૂરી છે. તો બીજી તરફ જો કોઇ ટેસ્ટ વિના રિપોર્ટની યાત્રા કરે છે તો તેમને 14 દિવસ કોરોન્ટાઇન રહેવું પડશે.
ફિલીપીન્સએ આપી કોવેક્સીનને અનુમતિ
ફિલીપીન્સને ડ્રગ્સ રેગ્યૂલેટરએ કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
મોરીશસની પણ કરી શકે છે યાત્રા
મોરીશસમાં પણ કોવેક્સીન લગાવનાર લોકો યાત્રા કરી શકે છે, જોકે વેક્સીનેશનનું સર્ટિફિકેટ અનિવાર્ય છે. મોરીશસની આ શરત છે કે વેક્સીનનો બીજો ડોઝ મોરીશસ આવતાં પહેલાં 14 દિવસ પહેલાં લગાવેલી હોવી જોઇએ. મુસાફરોએ પોતાની સાથે કોરોના રિપોર્ટનો RT-PCR નેગેટિવ રિપોર્ટ પણ હોવો જોઇએ. જે 3-7 દિવસ પહેલાં જ હોવો જોઇએ.
કોવેક્સીન લગાવનાર જઇ શકે છે જિમ્બાબ્વે
આફ્રીકી દેશ જિમ્બાબ્વેએ પણ ભારતની સ્વદેશી વેક્સીન કોવેક્સીનને મંજૂરી આપી દીધી છે અને બ6ને ડોઝ લઇ ચૂકેલા જિમ્બાબ્વે જઇ શકે છે.
મેક્સિકોએ આપી કોવેક્સીનને પરવાનગી
મેક્સિકોના હેલ્થ રેગ્યૂલેટર કોફીપ્રિસ (Cofepris) એ કોવેક્સીનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ત્યારબાદથી કોવેક્સીન લગાવનાર લોકોને અહીંની યાત્રા કરી શકે છે. મુસાફરોને કોરોન્ટાઇન થવું નહી પડે. પરંતુ જો કોઇ વ્યક્તિને અંદર કોરોના લક્ષણ જોવા મળ્યા તો તેમને કોરોન્ટાઇન કરવામાં આવી શકે છે.
નેપાળને આપી કોવેક્સીનને મંજૂરી
પડોશી દેશ નેપાળમાં પણ કોવેક્સીનને વેક્સિનેટેડ લોકો યાત્રા કરી શકે છે. તેમની પાસે વેક્સીનેશનનું સર્ટિફિકેટ ફરજિયાત છે અને બીજો ડોઝ અહીં આવતાં પહેલાંના 14 દિવસ પહેલાં લગાવેલો હોવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે