ઉમર અબ્દુલ્લાએ ફેંક્યો પડકાર, 'પાકિસ્તાન સાથે લિંક સાબિત કરો, નહીં તો માફી માંગો'

વિધાનસભા ભંગ થતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય નિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે.

ઉમર અબ્દુલ્લાએ ફેંક્યો પડકાર, 'પાકિસ્તાન સાથે લિંક સાબિત કરો, નહીં તો માફી માંગો'

શ્રીનગર: વિધાનસભા ભંગ થતાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય નિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના નેતા રામ માધવે નેશનલ કોન્ફરન્સના પાકિસ્તાન સાથે કનેક્શનવાળા નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રામ માધવના નિવેદન પર નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ નિશાન સાધ્યું છે. આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા પહેલા ઉમરે રામ માધવને ટ્વિટર પર જવાબ આપ્યો. 

ઉમરે ટ્વિટ કરીને કહ્યું...
ઉમરે ટ્વિટ કરીને કહ્યું કે હું તમને પડકાર ફેંકુ છું કે તમે આ આરોપોને સાબિત કરીને બતાવો. તમારી પાસે RAW-NIA-CBI છે, તપાસ કરીને પબ્લિક ડોમિનમાં લાવી શકો છો. કાં તો આરોપ સાબિત કરો, નહીં તો માફી માંગો. 

રામ માધવે કર્યો પલટવાર
જેના પર રામ માધવે જવાબ આપ્યો કે તેઓ તેમની દેશભક્તિ પર સવાલ ઊભો નથી કરતા. પરંતુ પીડીપી-એનસી વચ્ચે અચાનક જોવા મળેલો પ્રેમ અને સરકાર બનાવવાની ઉતાવળ આ પ્રકારના નિવેદનો અપાવી રહી છે. 

જેના પર ઉમર અબ્દુલ્લાએ જવાબ આપ્યો કે આ પ્રકારની મજાક કામ કરશે નહીં. તમે આરોપ લગાવ્યો છે કે મારી પાર્ટી પાકિસ્તાનના ઈશારે કામ કરી રહી છે. હું તમને આ આરોપ સાબિત કરવાનો પડકાર ફેંકુ છું. 

શું કહ્યું હતું રામ માધવે...
ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે કહ્યું હતું કે શક્ય છે કે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપીને સરહદપારથી સરકાર બનાવવા માટે નિર્દેશ મળ્યા હોય. આથી તેઓ સરકાર બનાવવા જઈ રહ્યાં હોય. રામ માધવે કહ્યું કે રાજ્યપાલ હાઉસની ફેક્સ મશીન કામ કરી રહી નહતી. તેનો જવાબ ફક્ત રાજ્યપાલ જ  આપી શકે છે. તેમણે કહ્યું કે મેડમ મહેબુબાનું એ બહાનુ છે. કારણ કે તેમણે પત્રમાં દાવો નથી કર્યો કે તેઓ સરકાર બનાવશે. તેમણે કહ્યું કે હું આવીશ અને જોઈશ તથા સરકાર બનાવવા માટે દાવો રજુ કરીશ. આ બધુ નાટક હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news