આને કહેવાય મિત્રતા...44 મિત્રોએ એક જ દિવસમાં લાખો રૂપિયા ભેગા કરી દેવામાં ડૂબેલા મિત્રનું ઘર બચાવ્યું

સોશિયલ મીડિયાની એકથી ચડિયાતી એક એપ્લિકેશનની દુનિયામાં સંબંધો અને મિત્રતા માત્ર મોબાઈલના કી પેડ પર સમેટાઈને રહી ગયા છે. પરંતુ આ આધુનિક દુનિયામાં પણ કેટલાક મિત્રોની મિત્રતા એવી છે કે જે સોશિયલ મીડિયાની મદદથી વધુ ગાઢ બની છે. એક ગીત છે કે 'યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર, તેરા સાથ ન છોડેંગે'... આ મિત્રોની કહાની આ ગીતના શબ્દોને બરાબર ચરિતાર્થ  કરે છે. 

આને કહેવાય મિત્રતા...44 મિત્રોએ એક જ દિવસમાં લાખો રૂપિયા ભેગા કરી દેવામાં ડૂબેલા મિત્રનું ઘર બચાવ્યું

રતલામ: સોશિયલ મીડિયાની એકથી ચડિયાતી એક એપ્લિકેશનની દુનિયામાં સંબંધો અને મિત્રતા માત્ર મોબાઈલના કી પેડ પર સમેટાઈને રહી ગયા છે. પરંતુ આ આધુનિક દુનિયામાં પણ કેટલાક મિત્રોની મિત્રતા એવી છે કે જે સોશિયલ મીડિયાની મદદથી વધુ ગાઢ બની છે. એક ગીત છે કે 'યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર, તેરા સાથ ન છોડેંગે'... આ મિત્રોની કહાની આ ગીતના શબ્દોને બરાબર ચરિતાર્થ  કરે છે. 

આજની આ મોબાઈલની દુનિયામાં અટવાયેલા લોકોને પોતાના માણસો માટે સમય જ ક્યાં મળતો હોય છે. પરંતુ આમ છતાં આ ભારતીય યુવકોએ હજારો માઈલ દૂર રહેતા હોવા છતાં મિત્રતાની એક મિસાલ કાયમ કરી છે. પોતાના એક ડૂબતા મિત્રનો સહારો બન્યાં અને તેને રોડ પર આવતા બચાવ્યો. 

વાત જાણે એમ હતી કે બિઝનેસમાં મોટા નુકસાનથી ઘેરાયેલા એક મિત્રને તેના 44 મિત્રોએ ભેગા થઈને સહારો આપ્યો. આ 44 મિત્રોએ એક જ દિવસમાં પોતાના મિત્રને સંકટથી બચાવ્યો. બેંકનું લોન ચુકવવા માટે એક જ દિવસમાં 11 લાખ રૂપિયા ભેગા કરી નાખ્યાં. 

આ ઘટના 20 દિવસ અગાઉ 29 જુને ભોપાલમાં ઘટી. સંકટથી ઘેરાયેલો મિત્ર ભોપાલમાં રહેતો હતો અને તેના 44 મિત્રો દેશ અને વિદેશમાં રહે છે. તમામ યુવકો 1992માં ઈન્દોરના એસજીએસ આઈટીએસ કોલેજ  (SGS INSTITUTE OF TECH. AND SC) માં એક સાથે ભણતા હતાં. કોલેજની 1992ના બેન્ચમાં 100 વિદ્યાર્થીઓ હતાં. તેમની સાથે ભોપાલનો કૃષ્ણા (નામ  બદલ્યું છે) પણ ભણતો હતો. 

ગત મહિને ભોપાલના કૃષ્ણાએ ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થયેલા બેન્ચના એક સાથી અશોક ગુપ્તાને કોલ કરીને પોતાની પરેશાની જણાવી હતી. ભોપાલના કૃષ્ણાને બિઝનેસમાં મોટુ નુકસાન થયું હતું. ભોપાલના ટીટીનગર સ્થિત પંજાબ નેશનલ બેંકની એક કરોડથી વધુની લોન ચુકવવા માટે કૃષ્ણા પોતાની ફેક્ટરી સુદ્ધા વેચી ચૂક્યો હતો. મકાન પણ બેંક પાસે ગીરવી હતું. બેંકે 30 જૂન સુધીમાં લોન નહીં ચૂકવવા પર જપ્તીની ચેતવણી આપી હતી. 30 જુન સુધીમાં કૃષ્ણાએ  ગમે તેમ કરીને બેંકમાં 17 લાખ જમા કરવાના હતાં. મિત્રને મુશ્કેલીમાં જોતા જ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયેલા અશોકે મદદ કરવાનું નક્કી કર્યું. 

અશોકના મગજમાં એક આઈડિયા આવ્યો. ત્યારબાદ તેણે વોટ્સ એપ પર ગત મહિને 26 જૂનના રોજ સાથે ભણેલા તમામ વિદ્યાર્થીઓમાંથી 44 મિત્રોને હેલ્પ કૃષ્ણા નામથી ગ્રુપ તૈયાર કરીને મદદ માટે ભલામણ કરી. વોટ્સ એપ પર સંદેશો મળતા જ ગ્રુપમાં સામેલ મિત્રો સક્રિય થઈ ગયાં. એક જ દિવસમાં રાતે 10.30 વાગ્યા સુધીમાં 44 મિત્રોએ 11 લાખ રૂપિયા કૃષ્ણાની મદદ માટે એક જ એકાઉન્ટમાં જમા કરાવી દીધા. બેંક સાથે 17 લાખ રૂપિયાની રકમ વન ટાઈમ સેટલમેન્ટ હેઠળ 11 લાખની રકમ જમા કરીને દેવું ચૂકવી દીધું. 

તમામ 44 મિત્રોએ કોઈ પણ સવાલ કર્યા વગર 25-25 હજારની મદદ કરી. જેનું પરિણામ એ આવ્યું કે બેંક તરફથી અપાયેલી સમય મર્યાદા 30 જૂન કરતા પણ પહેલા એટલે કે 29 જૂનના રોજ તેઓ ભેગા થઈને કૃષ્ણાના મકાનના પેપર બેંક પાસેથી રીલીઝ કરાવી દીધા. 

જુઓ LIVE TV

આટલું જ નહીં પરંતુ આ મદદ અગાઉ વ્હોટ્સ એપ ગ્રુપ પર અશોકે એક શરત પણ રાખી હતી કે હાલ માત્ર મદદ કરવાની છે. કોઈએ એ વાત પર  ચર્ચા નથી કરવાની કે કૃષ્ણા આ સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યો.

ઓસ્ટ્રેલિયામાં રહેતા કૃષ્ણાના મિત્રએ જણાવ્યું કે કઈ રીતે અભ્યાસના દિવસોમાં તમામ સાથે રહ્યાં. અભ્યાસના દિવસો યાદ કરતા ઓસ્ટ્રેલિયા વાળા મિત્રએ જણાવ્યું કે કૃષ્ણાની હાઈટ ઓછી છે. આવામાં તે જ્યારે પણ ક્યાંય ઊભો થતો તો કૃષ્ણાના ખભા પર હાથ રાખીને સહારો લેતો હતો. 

મદદગાર ગ્રુપમાં નાગદાનો એક સાથી પંકજ મારુ પણ સામેલ હતો. પંકજ મારુએ જણાવ્યું કે જ્યારે અશોક ગુપ્તાએ ગ્રુપ બનાવ્યું તો શરત પણ રાખી કે કોઈએ નુકસાનનું કારણ પૂછવું નહીં. સવારે મદદ માટે બનાવેલા ગ્રુપમાં 44 મિત્રોએ જણાવેલા બેંક એકાઉન્ટમાં 11 લાખ રૂપિયા જમા કરાવી દીધા. 

પંકજ મારુએ જણાવ્યું કે અમારા મિત્રોના અભ્યાસના દિવસોના અનેક યાદગાર પળ છે પરંતુ એક સમય જ્યારે હું ગ્રુપ સચિવ હતો ત્યારે ભૂલ થઈ જાય તો તમામ મિત્રો મળીને ભૂલ કરનારાની મજાકમાં કંબલથી પીટાઈ કરતા હતાં. એકવાર સચિવ હતો ત્યારે મેં જામફળનું શાક બીજ સાથે બનાવ્યું હતું. ત્યારબાદ મારી પીટાઈમાં સૌથી આગળ ભોપાલનો કૃષ્ણા જ હતો. આજે પણ કંબલની પીટાઈની મોજ મસ્તીના દિવસોએ અમારી મિત્રતાને વધુ ગાઢ કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news