જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ હુમલો, એક મોત, 22 ઘાયલ

પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ આતંકવાદી બાઈક પર આવ્યા હતા અને લાલ ચોકમાં ગ્રેનેડ ફેંકીને જતા રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી જવનજીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના ઘટી છે. છેલ્લા 10 દિવસમાં આ બીજો ગ્રેનેડ એટેક છે. 

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ હુમલો, એક મોત, 22 ઘાયલ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી શ્રીનગરના લાલ ચોક પર થયેલા એક ગ્રેનેડ એટેકમાં એક બિહારી મુસલમાનનુંમ મોત થયું છે. મૃતક ચોક ખાતે રમકડાં વેચી રહ્યો હતો. આ હુમલામાં 22 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક લોકો આ હુમલોમાં ઘાયલ થયા છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ આતંકવાદી બાઈક પર આવ્યા હતા અને લાલ ચોકમાં ગ્રેનેડ ફેંકીને જતા રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી જવનજીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના ઘટી છે. છેલ્લા 10 દિવસમાં આ બીજો ગ્રેનેડ એટેક છે. 

— ANI (@ANI) November 4, 2019

28 ઓક્ટોબરના રોજ થયેલા સોપોરના બસ સ્ટેન્ડમાં થયેલા ગ્રેનેડ એટેકમાં લગભગ 18 જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. આ અગાઉ 26 ઓક્ટોબરના રોજ શ્રીનગરમાં થયેલા એક ગ્રેનેડ એકેટમાં સીઆરપીએફનો હોડ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સીઆરપીએફના 5 અન્ય કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news