Kulgam Encounter: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, કુલગામમાં એક પાકિસ્તાની સહીત બે આતંકીઓ ઢેર

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે કુલગામમાં અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઢેર કરી દીધા છે. 

Kulgam Encounter: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, કુલગામમાં એક પાકિસ્તાની સહીત બે આતંકીઓ ઢેર

કુલગામઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ કુલગામના ખુર્બતપુરા વિસ્તારમાં થયેલી અથડામણમાં એક પાકિસ્તાની સહીત બે આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. અથડામણ હજુ ચાલી રહી છે. કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારે તેની જાણકારી આપી છે. 

પોલીસના એક અધિકારીએ કહ્યુ કે, આતંકવાદીઓની હાજરીની સૂચના બાદ સુરક્ષાદળોએ ખુર્બતપુરા વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબારી કરી, ત્યારબાદ જવાબી કાર્યવાહીને કારણે અભિયાન અથડામણમાં પરિવર્તિત બની ગયું હતું. 

— ANI (@ANI) April 11, 2022

આ પહેલાં રવિવારે શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાના બે પાકિસ્તાની આતંકીઓને સુરક્ષાદળોએ ઢેર કરી દીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ ચાર એપ્રિલે સીઆરપીએફકર્મીઓ પર હુમલાના દિવસથી બંને આતંકીઓને શોધી રહી હતી અને રવિવારે તેની માહિતી મળ્યા બાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અથડામણ દરમિયાન બંને માર્યા ગયા હતા. બંનેની ઓળખ મોહમ્મજ ભાઈ ઉર્ફે અબૂ કાસિમ ઉર્ફે મીર શોએબ ઉર્ફે મુદસ્સિર અને અબૂ અરસલાન ઉર્ફે ખાલિદ ઉર્ફે આદિલના રૂપમાં થઈ છે. 

પોલીસના રેકોર્ડ અનુસાર માર્યા ગયેલા બંને આતંકીઓને એ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા અને બંને પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. મોહમ્મદ ભાઈ 2019થી સક્રિય હતો. તો અબૂ અસરલાન વર્ષ 2021ના મધ્યથી કાશ્મીરમાં સક્રિય હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news