દેશના 63 ટકા લોકોને હજી પણ વડાપ્રધાન પર વિશ્વાસ,50 ટકા ફરી ઇચ્છે છે મોદી સરકાર

ડેલીહંટ અને ડેટા વિશ્લેષણ કરનારી કંપની નીલ્સન ઇન્ડિયાએ એક નિવેદનમાં દાવો કર્યો કે તેના સર્વેક્ષણ દેશ અને વિદેશના 54 લાખ લોકોના વિચારો પર આધારિત છે

Updated By: Nov 2, 2018, 09:29 PM IST
દેશના 63 ટકા લોકોને હજી પણ વડાપ્રધાન પર વિશ્વાસ,50 ટકા ફરી ઇચ્છે છે મોદી સરકાર

નવી દિલ્હી : ઓનલાઇન સર્વેમાં ભાગ લેનારા દેશ અને વિદેશનાં 63 ટકા કરતા વધારે લોકોએ વડાપ્રધાન મોદી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો જ્યારે 50 ટકા લોકોએ કહ્યું કે, તેમના બીજા કાર્યકાળથી દેશને સારૂ ભવિષ્ય મળશે. ન્યૂઝપોર્ટલ ડેઇલી હંટ અને ડેટા વિશ્લેષણ કરનારી કંપની નેલ્સન ઇન્ડિયાએ એક નિવેદનમાં દાવો કર્યો કે તેમનું સર્વેક્ષણ દેશ અને વિદેશનાં 54 લાખ લોકોના વિચારો પર આધારિત છે. સર્વે અનુસાર 63 ટકા લોકોએ નરેન્દ્ર મોદીમાં 2014(માં જ્યારે સત્તામાં આવ્યા હતા)ની તુલનામાં વધારે અથવા તે સ્તરનો ભરોસો વ્યક્ત કર્યો છે અને ગત્ત ચાર વર્ષોમાં તેમનાં નેતૃત્વ ક્ષમતા પર સંતોષ વ્યક્ત કર્યો છે. 

સર્વેક્ષણમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે 50 ટકા ઉમેદવારોનું માનવું છે કે મોદીના બીજા કાર્યકાળથી તેમને સારૂ ભવિષ્ય મળશે. 5 ચૂંટણી રાજ્યો મુદ્દે સર્વેક્ષણમાં દાવો કર્યો કે મધ્યપ્રદેસ, રાજસ્થાન અન છત્તીસગઢના લોકોને હાલ મોદીમાં ભરોસો યથાવત્ત છે. મિઝોરમનું વલણ અંગે કંઇ પણ જણાવ્યા વગર સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે, તેલંગાણા એક માત્ર એવું રાજ્ય છે જેમાં ભાજપની વિરુદ્ધ વલણ જોવા મળી રહ્યું  છે. 

કોંગ્રેસે સર્વે પર જ ઉઠાવ્યા સવાલ
બીજી તરફ કોંગ્રેસે સર્વેક્ષણનાં પરિણામને અયોગ્ય અને નકલી ગણાવ્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, હતાશ મોદી સરકાર લોકોનો ભરોસો ગુમાવી ચુક્યા છે અને પાંચ ચૂંટણી રાજ્યોમાં જબરદસ્ત હારનો સામનો કરી રહી છે. હવે તેઓ અયોગ્ય સાધનોથી એકત્ર કરાયેલ આર્થિક સંસાધનોનો ઉપયોગ નકલી સર્વેક્ષણો દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરવા માંગે છે. આ પ્રકારે બેકાર સર્વેક્ષણતી સરકારને ક્યારે પણ સમર્થન નથી મળતું, જેને પહેલા જ સરકાર દ્વારા ફગાવી દેવામાં આવ્યું છે. 

સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો કે લાંબા સમયથી થઇ રહેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવા મુદ્દે 60 ટકા લોકોએ મોદી સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો. સર્વેક્ષણ અનુસાર 62 ટકા લોકો આશ્વસ્ત છે કે કોઇ રાષ્ટ્રીય સંકટ સમયે દેશનું નેતૃત્વ કરવામાં નરેન્દ્ર મોદી સૌથી યોગ્ય ઉમેદવાર છે. ત્યાર બાદ રાહુલ ગાંધી (17 ટકા), અરવિંદ કેજરીવાલ 8 ટકા, અખિલેશ યાદવ 3 ટકા, માયાવતી 2 ટકાનું નામ છે. જો કે ડેલી હંટ અને નેલ્સન ઇન્ડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ સર્વે કોઇ રાજનીતિથી પ્રેરિત નથી. પરંતુ દેશના લોકોનો અવાજ જાહેર કરવાનો આશય છે.