Parliament Monsoon Session 2021 LIVE: હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત
સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરો.
Trending Photos
Parliament Monsoon Session 2021 Live Updates: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. તથા સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનોની બેઠક 11 વાગે એક જ સમયે શરૂ થઈ. સરકાર ચોમાસુ સત્ર દરમિયાન અનેક બિલ પાસ કરાવવાના એજન્ડા સાથે સદનમાં આવશે જ્યારે વિપક્ષ પણ કોવિડ-19ની બીજી લહેરને પહોંચી વળવામાં સરકારની કામગીરી, પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો અને ખેડૂત આંદોલનના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.
લોકસભા બપોરે 3.30 વાગ્યા સુધી સ્થગિત
સદનમાં વિપક્ષી સાંસદોના હોબાળાના કારણે લોકસભા બપોરે 3.30 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. ભારે હોબાળાના પગલે રાજ્યસભા પણ 3 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું-હોબાળો નિંદનીય
લોકસભામાં વિપક્ષના હોબાળા પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે જ્યારે મંત્રીમંડળનો વિસ્તાર થાય અને નવા મંત્રીઓના શપથ થાય છે ત્યારબાદ પીએમ મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવે છે. પીએમ મોદી એ જ પરંપરા નિભાવી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે હોબાળો કર્યો. આ ખુબ નિંદનીય છે.
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા ફરી હોબાળો
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ફરી હોબાળો થવા લાગ્યો. પીએમ મોદી નારાજ થયા.
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા ફરી હોબાળો
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ફરી હોબાળો થવા લાગ્યો. પીએમ મોદી નારાજ થયા.
લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12.24 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.
Lok Sabha adjourned till 2 pm amid uproar by Opposition MPs.
Defence Minister Rajnath Singh raised an objection against the uproar while Prime Minister Narendra Modi was introducing his Council of Ministers in the House. pic.twitter.com/FQIEf4QQE4
— ANI (@ANI) July 19, 2021
રક્ષામંત્રીએ પણ વ્યક્ત કરી નારાજગી
ચોમાસા સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુખી થયા. લોકસભામાં નવા સંસાદોના શપથગ્રહણ સાથેકાર્યવાહી શરૂ થઈ. ત્યારબાદ પીએમ મોદી ઉઠ્યા અને પોતાના મંત્રીઓનો પરિચય કરાવવાનો શરૂ કર્યો કે વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કર્યો. નારાજ થઈને રાજનાથ સિંહે કહ્યું કે તેમણે છેલ્લા 24 વર્ષમાં આવું ક્યારેય જોયું નથી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોને ખુબ સંભળાવ્યું. રાજનાથ સિંહે કહ્યું કે સદનમાં પરંપરાઓ તૂટી રહી છે.
સત્રના પહેલા દિવસે હોબાળો
જેવું સંસદનું સત્ર શરૂ થયું કે સદનમાં હોબાળો મચ્યો. સત્રના પહેલા દિવસે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા બોલવા માટે ઊભા થયા કે વિપક્ષી દળોએ હોબાળો શરૂ કરી દીધો. કોંગ્રેસ સાંસદ મોંઘવારી પર અને અકાળી દળ તથા બસપાના સાંસદોએ ખેડૂતોના મુદ્દે હોબાળો કર્યો અને વેલમાં આવી ગયા. પ્રધાનમંત્રી કહેવા લાગ્યા કે મને લાગતું હતું કે આજે ઉત્સાહનો દિવસ હશે. પરંતુ દલિત, મહિલાઓ અને ઓબીસીના લોકોને મંત્રી બનાવવાની વાત વિપક્ષને પચતી નથી. હોબાળો જોતા સ્પીકરે કોરોના દરમિયાન જે સાંસદોના મોત થયા તેમના વિશે જાણકારી આપવાની શરૂ કરી.
I thought that there would be enthusiasm in the Parliament as so many women, Dalits, tribals have become Ministers. This time our colleagues from agricultural & rural background, OBC community, have been given berth in Council of Ministers: PM introduces his new Ministers, in LS pic.twitter.com/Hf7JIbhFFB
— ANI (@ANI) July 19, 2021
સંસદની કાર્યવાહી શરૂ
રાજ્યસભા અને લોકસભા એમ બંને ગૃહોમાં કાર્યવાહી 11 વાગ્યાના ટકોરે શરૂ થઈ ગઈ.
PM Modi સંસદ ભવન પહોંચ્યા
સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું. તેમણે કહ્યું કે સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરો. અત્યાર સુધીમાં 40 કરોડ લોકો કોરોનામાં બાહુબલી બની ચૂક્યા છે. આ મહામારીએ સમગ્ર માનવ જાતિને ઝપેટમાં લીધી છે. આપણે ઈચ્છીએ છીએ કે આ સત્રમાં સાર્થક ચર્ચા થાય. જેથી કરીને મહામારી સામેની લડતમાં નવાપણું આવી શકે. મેં તમામ ફ્લોર લીડર્સને આગ્રહ કર્યો છે. અમે સદનમાં પણ ચર્ચા ઈચ્છીએ છીએ અને બહાર પણ. હું ઈચ્છું છું કે વિપક્ષના નેતાઓ આકરામાં આકરો સવાલ પૂછે.
Vaccine is given in 'baahu' (arms), those who take it become 'Baahubali'. Over 40 cr people have become 'Baahubali' in the fight against COVID. It's being taken forward. The pandemic has gripped the entire world. So we want meaningful discussions in the Parliament over it: PM pic.twitter.com/YjrKUGQAqB
— ANI (@ANI) July 19, 2021
સંસદમાં Pegasus હેકિંગનો મુદ્દો પણ ઉઠશે
સંસદમાં પેગાસુસ હેકિંગનો મુદ્દો પણ ગૂંજશે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરાયો છે કે આ સોફ્ટવેરના ઉપયોગથી પત્રકારો અને એક્ટિવિસ્ટ્સના ફોન હેક કરાયા હતા. જેના ખુલાસા બાદથી રાજકીય ગરમાવો છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં આ વિષય પર ચર્ચાની માગણી કરાઈ છે અને સ્થગન પ્રસ્તાવ અપાયો છે.
રજુ થઈ શકે છે 17 બિલ
સરકારે આ સત્ર દરમિયાન 17 નવા બિલને રજુ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. જેમાંથી 3 બિલ હાલમાં બહાર પાડેલા વટહુકમના સ્થાન પર લાવવામાં આવશે. જેમાંથી એક વટહુકમ 30 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા રક્ષા સેવાઓમાં સામેલ કોઈના પણ વિરોધ પ્રદર્શન કે હડતાળમાં સામેલ થવા પર રોક લગાવવામાં આવી છે. જરૂરી રક્ષા સેવા અધ્યાદેશ 2021 આયુધ ફેક્ટરી બોર્ડ (OFB)ના પ્રમુખ સંધો દ્વારા જુલાઈના અંતમાં અનિશ્ચિતકાળ હડતાળ પર જવાની ચેતવણીની પૃષ્ઠભૂમિમાં લાવવામાં આવ્યો છે. સંબંધિત સંઘ OFB ના નિગમીકરણના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
લોકસભા દ્વારા 12 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા બુલેટિન મુજબ અધ્યાદેશનું સ્થાન લેવા માટે જરૂરી રક્ષા સેવા વિધેયક 2021ને સૂચિબદ્ધ કરાયું છે. જ્યારે રાજધાની ક્ષેત્ર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ-2021 અન્ય વિધેયક છે જે વટહુકમની જગ્યાએ લાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે