કર્ણાટક: પેજાવર મઠના પ્રમુખ શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીનું નિધન, 88 વર્ષની વયે લીધા છેલ્લા શ્વાસ
Trending Photos
બેંગ્લુરુ: ઉડીપી (Udupi) પેજાવર મઠ (Pejavara Mutt) ના પ્રમુખ શ્રી વિશ્વેશ તીર્થ સ્વામી (Vishwesha Teertha Swami) નું નિધન થયું છે. પેજાવર સ્વામીના નામથી પ્રસિદ્ધ શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીની ઉંમર 88 વર્ષ હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ હતું. અને તેમની એમ સી મણિપાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નહતો અને સ્થિતિ ગંભીર હતી. સ્વામીની ઈચ્છા મુજબ તેમને રવિવારે સવારે તેમના મઠ લઈ જવાયા અને ત્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા.
પેજાવર મઠ (Pejavara Mutt) હિન્દુ ફિલોસોફીના દ્વૈતવાદના સિદ્ધાંત પર આધારિત છે. શ્રી વિશ્વેશ તીર્થ આ મઠના 32માં પ્રમુખ હતાં. પેજાવર મઠ અંતર્ગત 8 અન્ય મઠ આવે છે. જેમના પ્રમુખ પેજાવર મઠના પ્રમુખ હોય છે.
PM Modi tweets,"I consider myself blessed to have got many opportunities to learn from Sri Vishvesha Teertha Swamiji.Our recent meeting,on pious day of Guru Purnima was also a memorable one.His impeccable knowledge always stood out. My thoughts are with his countless followers" https://t.co/hdeRD5S3m7 pic.twitter.com/fOs6IjnbfM
— ANI (@ANI) December 29, 2019
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ઉમા ભારતી વિશ્વેશ તીર્થ સ્વામીને પોતાના ગુરુનો દરજ્જો આપે છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઉમાભારતી સતત ઉડીપીમાં હતાં અને સ્વામીના સ્વાસ્થ્યની કામના કરતા હતાં. મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ પણ પોતાના ગત પ્રવાસમાં હોસ્પિટલ જઈને સ્વામીના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી હતી. હાલ પણ મુખ્યમંત્રી ઉડીપીમાં હાજર છે.
જુઓ LIVE TV
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ પેજાવર સ્વામીએ ખાસ દિલ્હી જઈને તેમને પોતાના આશીર્વાદ આપ્યાં હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાના રાષ્ટ્રપતિ કાળના અંતિમ તબક્કામાં જ્યારે દર્શન માટે ઉડીપી પહોંચ્યા હતાં ત્યારે ખાસ પેજાવર સ્વામીની મુલાકાત કરી હતી.
1931માં જન્મેલા શ્રી વિશ્વેશ તીર્થ માત્ર 8 વર્ષની ઉંમરે સન્યાસી થઈ ગયા હતાં. ધર્મની સાથે સાથે તેઓ રાજકારણની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરવા માટે જાણીતા હતાં. જ્યાં એકબાજુ પેજાવર સ્વામી સનાતન ધર્મ પ્રત્યે સમર્પિત હતાં ત્યાં બીજી બાજુ રમજાનના દિવસોમાં મુસ્લિમો માટે મઠમાં ઈફ્તારનું આયોજન કરીને ધાર્મિક સદભાવનો પણ પરિચય આપતા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે