વધુ એક વાયરસનું જોખમ!, આ દેશમાં હજારોની સંખ્યામાં ડુક્કરોની કત્લેઆમ, લોકોમાં ફફડાટ

દક્ષિણ કોરિયામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂના નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ગેંગવોન પ્રાંતના ફાર્મમાં ત્રણ મૃત ડુક્કરોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેની જાણ થઈ. આ ડુક્કરોમાં આફ્રીન સ્વાઈન ફ્લૂનો ચેપ જોવા મળ્યો. ત્યારબાદ 150 ડુક્કરોને કાપીને મોતને ઘાટ ઉતારી દેવાયા. 

Updated By: Oct 9, 2020, 03:27 PM IST
વધુ એક વાયરસનું જોખમ!, આ દેશમાં હજારોની સંખ્યામાં ડુક્કરોની કત્લેઆમ, લોકોમાં ફફડાટ

સિઓલ: દક્ષિણ કોરિયામાં આફ્રિકન સ્વાઈન ફ્લૂના નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ગેંગવોન પ્રાંતના ફાર્મમાં ત્રણ મૃત ડુક્કરોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેની જાણ થઈ. આ ડુક્કરોમાં આફ્રીન સ્વાઈન ફ્લૂનો ચેપ જોવા મળ્યો. ત્યારબાદ 150 ડુક્કરોને કાપીને મોતને ઘાટ ઉતારી દેવાયા. 

Nobel Peace Prize: વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

ગયા વર્ષે 4 લાખ ડુક્કરોને કત્લેઆમ કરાયા હતાં
અધિકારીઓએ કૃષિ મંત્રાલયના નિર્દેશો મુજબ ફાર્મના 10 કિમીના દાયરામાં 1500 ડુક્કરોને મોતને ઘાટ ઉતારી દીધા. જો કે આ ડુક્કરોથી મનુષ્યોમાં ફ્લૂ ફેલાવવાની શક્યતા નહિવત હતી પંરતુ અન્ય ડુક્કરોમાં સરળતાથી ચેપ ફેલાઈ શકે તેમ હતો. ગત વર્ષે 14 ફાર્મમાં આ ફ્લૂ ફેલાયો હતો અને ત્યારબાદ લગભગ 400,000 ડુક્કરોને મોત અપાયું હતું. 

આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધમાં હવે ગમે તે ક્ષણે રશિયાની એન્ટ્રી!, પુતિનના એક નિવેદનથી ખળભળાટ  

જો કે ઓક્ટોબર 2019 બાદ ડુક્કર ફાર્મ પર આ ફ્લૂનો કોઈ નવો કેસ જોવા નહતો મળ્યો. પરંતુ ઉત્તર અમેરિકાની સરહદે ઘૂમતા 750 જંગલી ડુક્કરોમાં ચેપ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં દક્ષિણ કોરિયાએ આફ્રિકન સ્વાઈન ફ્લૂના એક કેસની પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ જર્મનીથી પોર્ક આયાત પર પ્રતિબંધ મૂકાયો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube