PM મોદીએ Mirzapur અને Sonbhadra ને આપી મોટી ભેટ, લાખો લોકોને મળશે પીવાનું ચોખ્ખુ પાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે 23 ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. સીએમ યોગી જનપદ સોનભદ્રથી આ આયોજનમાં સામેલ થયા. લગભગ 5500 કરોડના ખર્ચે આ યોજનાઓથી લગભગ 42 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીવાના પાણીની સમસ્યા ઝેલી રહેલા વિંધ્ય ક્ષેત્રના લોકોને આ પ્રોજેક્ટ શરૂ થવાથી ઘણો લાભ થશે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર માટે 23 ગ્રામીણ પાઈપ પેયજળ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. સીએમ યોગી જનપદ સોનભદ્રથી આ આયોજનમાં સામેલ થયા. લગભગ 5500 કરોડના ખર્ચે આ યોજનાઓથી લગભગ 42 લાખની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીવાના પાણીની સમસ્યા ઝેલી રહેલા વિંધ્ય ક્ષેત્રના લોકોને આ પ્રોજેક્ટ શરૂ થવાથી ઘણો લાભ થશે.
आने वाले समय में जब यहां के 3 हजार गांवों तक पाइप से पानी पहुंचेगा तो 40 लाख से भी ज्यादा साथियों का जीवन बदल जाएगा। इससे यूपी के, देश के हर घर तक जल पहुंचाने के संकल्प को भी ताकत मिलेगी: पीएम @narendramodi #JalShakti4UP pic.twitter.com/jI6qJRxrGu
— BJP (@BJP4India) November 22, 2020
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે વિંધ્ય પર્વતનો આ વિસ્તાર પ્રાચીનકાળથી જ વિશ્વાસ, પવિત્રતા, આસ્થાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. રહીમદાસજીએ પણ કહ્યું છે કે "જા પર વિપદા પરત હૈ, સો આવત એહીં દેસ". આઝાદીના દાયકાઓ બાદ પણ આ વિસ્તાર ઉપેક્ષાનો શિકાર રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તાર સંસાધનો છતાં અભાવનું ક્ષેત્ર બની ગયું. આટલી નદીઓ હોવા છતાં આ વિસ્તારની ઓળખ સૌથી વધુ તરસ્યા, દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર તરીકેની રહી.
जल जीवन मिशन के तहत घर-घर पाइप से पानी पहुंचने की वजह से हमारी माताओं-बहनों का जीवन आसान हो रहा है।
इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है।
इससे गंदे पानी से होने वाली अनेक बीमारियों में भी कमी आ रही है।
— BJP (@BJP4India) November 22, 2020
તેમણે કહ્યું કે આવનારા સમયમાં જ્યારે અહીંના 3 હજાર ગામડાઓ સુધી પાઈપથી પાણી પહોંચશે તો 40 લાખથી પણ વધુ લોકોના જીવન બદલાઈ જશે. તેનાથી યુપીના, દેશના દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાના સંકલ્પને પણ શક્તિ મળશે. આજે જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં એક પછી એક યોજનાઓ લાગુ થઈ રહી છે તેનાથી યુપીની, અહીંની સરકારની તથા અહીંના સરકારી કર્મચારીઓની છબી સંપૂર્ણ રીતે બદલાઈ રહી છે.
जब विंध्यांचल के हजारों गांवों में पाइप से पानी पहुंचेगा,
तो इससे भी इस क्षेत्र के मासूम बच्चों का स्वास्थ्य सुधरेगा,
उनका शारीरिक और मानसिक विकास और बेहतर होगा।
— BJP (@BJP4India) November 22, 2020
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દરમિયાન દેશમાં 2 કરોડ 60 લાખથી વધુ પરિવારોને તેમના ઘરોમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. જેમાંથી લાખો પરિવાર ઉત્તર પ્રદેશના પણ છે. જળ જીવન મિશન હેટળ ઘરે ઘરે પાઈપથી પાણી પહોંચાડવાના કારણે આપણી માતાઓ અને બહેનોનું જીવન સરળ થઈ રહ્યું છે. જેનો એક મોટો લાભ ગરીબ પરિવારોના સ્વાસ્થ્યને પણ થયો છે. તેનાથી ગંદા પાણીથી થનારી અનેક બીમારીઓ ઓછી થઈ છે.
सरकार एक साथी की तरह, एक सहायक की तरह आपके साथ है।
प्रधानमंत्री आवास योजना के तहत गरीबों के जो पक्के बन रहे हैं, उसमें भी ये ही सोच प्रदर्शित हो रही है।
किस क्षेत्र में कैसा घर होगा, पहले की तरह अब ये दिल्ली में तय नहीं होती।
- पीएम @narendramodi #JalShakti4UP
— BJP (@BJP4India) November 22, 2020
પીએમ મોદીએ કહ્યું કે સરકાર એક સાથીની જેમ, એક સહાયકની જેમ તમારી સાથે છે. પીએમ આવાસ યોજના હેઠળ ગરીબોને જે પાક્કા મકાન મળી રહ્યા છે, તેમાં પણ આ જ સોચ પ્રદર્શિત થાય છે. કયા વિસ્તારમાં કેવું ઘર હશે, પહેલાની જેમ હવે તે દિલ્હીમાં નક્કી થતું નથી. જ્યારે પોતાના ગામના વિકાસ માટે, પોતાને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે, તે નિર્ણયો પર કામ થાય છે, તો તેનાથી ગામના દરેક વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. આત્મનિર્ભર ગામ, આત્મનિર્ભર ભારતના અભિયાનને બળ મળે છે.
आज सबका साथ, सबका विकास, सबका विश्वास ये मंत्र देश के हर हिस्से में देश के हर नागरिक के विश्वास का मंत्र बन गया है।
आज देश के हर जन, हर क्षेत्र को लग रहा है कि उस तक सरकार पहुंच रही है और वो भी देश के विकास में भागीदार है।
— BJP (@BJP4India) November 22, 2020
તેમણે કહ્યું કે જ્યારે વિંધ્યાચળના હજારો ગામમાં પાઈપથી પાણી પહોંચશે, તો તેનાથી પણ આ વિસ્તારના માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સુધરશે. તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થશે. દેશના બાકીના ગામોની જેમ આ વિસ્તારમાં પણ વીજળીની ખુબ મોટી સમસ્યા હતી. આજે આ વિસ્તાર સૌર ઉર્જાના ક્ષેત્રમાં દુનિયામાં અગ્રણી બની રહ્યો છે. ભારતનું મહત્વનું કેન્દ્ર છે. મિર્ઝાપુરનો સૌરઉર્જા પ્લાન્ટ અહીંના વિકાસનો નવો અધ્યાય લખી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે આજે બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ આ મંત્ર દેશના દરેક ભાગમાં દેશના દરેક નાગરિકના વિશ્વાસનો મંત્ર બની ગયો છે. આજે દેશના દરેક વ્યક્તિ, દરેક વિસ્તારને લાગે છે કે તેના સુધી સરકાર પહોંચી રહી છે અને તેઓ પણ દેશના વિકાસમાં ભાગીદાર છે.
Delhi: PM Narendra Modi lays foundation stone for drinking water supply projects in Mirzapur and Sonbhadra districts of Uttar Pradesh, via video-conferencing.
UP CM Yogi Adityanath also present at the ceremony. pic.twitter.com/pVIiYcVxcx
— ANI (@ANI) November 22, 2020
આ પેયજળ પ્રોજેક્ટ્સને 2 વર્ષમાં પૂરા કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ તમામ ગામમાં ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ તથા જળ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેનું સંચાલન અને દેખરેખની જવાબદારી તેમના ખભે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે