આજે છત્તીસગઢની મુલાકાતે પીએમ મોદી, જગદલપુર અને ભિલાઈને 'આ' ખાસ ભેટ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના છત્તીગઢના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી નયા રાયપુર સ્માર્ટ સિટી અને ભિલાઈ નગરમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

આજે છત્તીસગઢની મુલાકાતે પીએમ મોદી, જગદલપુર અને ભિલાઈને 'આ' ખાસ ભેટ આપશે

રાયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના છત્તીગઢના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી નયા રાયપુર સ્માર્ટ સિટી અને ભિલાઈ નગરમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી નયા રાયપુર સ્માર્ટ સિટી જશે અને ત્યાં વીજળી, પાણી, સ્વચ્છતા, યાતાયાત મેનેજમેન્ટ, એકીકૃત ભવન પ્રબંધન, સિટી કનેક્ટિવિટી અને ઈન્ટરનેટ ડેટા સેન્ટર તથા સંપૂર્ણ નયા રાયપુર શહેરની નિગરાણી માટે એકીકૃત કમાન્ડ તથા નિયંત્રણ કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ દરમિયાન પીએમ મોદી સાથે પ્રદેશના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

રાયપુરથી જગદલપુર સુધીની ઉડાણ યોજનાને આપશે લીલી ઝંડી
છત્તીસગક્ષ પ્રવાસ પર પીએમ મોદી કેન્દ્ર સરકારની ઉડાણ યોજના હેઠળ જનતાને રાયપુરથી જગદલપુર સુધી મુસાફર વિમાન સેવાની પણ ભેટ આપશે. પીએમ મોદી દ્વારા આ વિમાન સેવાનો શુભારંભ કરવામાં આવશે. આ વિમાન સેવાની શરૂઆત થયા બાદ રાજ્યમાં આદિવાસી બહુમતીવાળા બસ્તર સંભાગ દેશના હવાઈ રૂટના માનચિત્રમાં સામેલ થઈ જશે.

અધિકારીઓના જણાવ્યાં મુજબ પીએમ મોદી ઉપરાંત ભિલાઈ ઈસ્પાત સંયંત્રના આધુનિકીકરણ અને વિસ્તારીકરણ પરિયોજનાનું લોકાર્પણ તથા છત્તીસગઢમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીના વિસ્તાર માટે ભારત નેટ પરિયોજનાના દ્વિતીય તબક્કાના ભૂમિપૂજન, આઈઆઈટી ભિલાઈનગરના વિશાળ ભવનનો શિલાન્યાસ પણ કરશે.

— ANI (@ANI) June 14, 2018

વિદ્યાર્થીઓને કરશે સન્માનિત
મોદી મંચ પર છત્તીસગઢ સૂચના ક્રાંતિ યોજના હેઠળ પ્રતિક સ્વરૂપ પાંચ વિદ્યાર્થીઓને લેપટોપ આપશે. તેઓ વડાપ્રધાન માતૃયોજના વંદના યોજના, સ્ટેન્ડઅપ અને મુદ્રા યોજના, વડાપ્રધાન ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી આબાદી પટ્ટા વિતરણ યોજના, વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના, અને રાજ્ય સરકારની ઈ-રિક્ષા વિતરણ યોજના હેઠળ પ્રતિક સ્વરૂપે કેટલાક હિતગ્રાહીઓને પ્રમાણ પત્ર, ચેક અને સામગ્રી વગેરેનું પણ વિતરણ કરશે. મુખ્યમંત્રી રમણ સિંહ અને કેન્દ્રીય ઈસ્પાત (સ્ટીલ) મંત્રી ચૌધરી વીરેન્દ્ર સિંહ પણ આમસભાને સંબોધશે.

આઈઆઈટીની રાખશે આધારશિલા
સ્વાગત ભાષણ બાદ 12.48થી 13.08 સુધી પીએમ મોદી વિભિન્ન કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. સૌથી પહેલા મંચ પર જ ટીવી સ્ક્રિનના માધ્મથી ડેવલપમેન્ટ અને છત્તીસગઢ વિકાસ યાત્રા શો થશે. ત્યારબાદ ભિલાઈ ઈસ્પાત સંયંત્રની વિસ્તાર પરિયોજના દેશને સમર્પિત કરશે. આ દરમિયાન આઈઆઈટીની આધારશિલા રાખશે અને ભારત નેટ ફેસ ટુ યોજનાનો શુભારંભ કરશે. જગદલપુરથી રાયપુર વચ્ચે વાયુસેનાનો શુભારંભ વીડિયો લિંકથી કરશે.

ત્રણ વર્ષમાં પાંચમી વાર છત્તીસગઢના પ્રવાસે પીએમ મોદી
વડાપ્રધાન મોદી છેલ્લા લગભગ 3 વર્ષોમાં આ પાંચમીવાર છત્તીસગઢની મુલાકાતે છે. જ્યારે બે માસની અંતર છત્તીસગઢ બીજીવાર આવી રહ્યાં છે. વડાપ્રધાન આ અગાઉ 9મી મે 2015, 21 ફેબ્રુઆરી 2016, રાજ્યોત્સવના અવસરે 1 નવેમ્બર 2016 અને આંબેડકર જયંતીના અવસર પર 14 એપ્રિલ 2018ના રોજ આવ્યાં હતાં.

સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
આ બાજુ રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. જ્યારે ભિલાઈના જયંતી સ્ટેડિયમમાં જ્યાં વડાપ્રધાનની સભા થવાની છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસફોર્સ તહેનાત કરાઈ છે.

પીએમ મોદીના કાર્યક્રમ પર એક નજર

  • અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન 14 જૂનના રોજ નવી દિલ્હીથી ભારતીય વાયુ સેનાના વિમાન દ્વારા સવારે 10.40 વાગે રાયપુરના સ્વામી વિવેકાનંદ વિમાનમથક પહોંચશે.
  • 12.30 વાગે પીએમ મોદી નયા રાયપુરથી હેલિકોપ્ટર દ્વારા ભિલાઈ પહોંચશે. જ્યાં ભિલાઈ નગરના જયંતી સ્ટેડિયમમાં એક જનસભાને સંબોધશે.નયા રાયપુર અને ભિલાઈ નગરના કાર્યક્રમો બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા બપોરે 2.20 વાગે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પહોંચશે.
  • સ્વામી વિવેકાનંદ એરપોર્ટ આવ્યાં બાદ બપોરે 2.25 વાગે પીએમ મોદી ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા દિલ્હી માટે રવાના થઈ જશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news