લાલ કિલ્લા પર સ્પીચ આપીને પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આખા દેશ પર જાદુ ચલાવ્યો

PM Modi Speech : દિલ્હીમાં PM મોદીએ 11મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. 98 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધન કર્યુ. સૌથી લાંબી સ્પીચનો PMએ રેકોર્ડ બનાવ્યો
 

લાલ કિલ્લા પર સ્પીચ આપીને પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આખા દેશ પર જાદુ ચલાવ્યો

Independence Day 2024 : 78મા સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ અત્યાર સુધીના પોતાના ભાષણનો રેકોર્ડ બનાવ્યો. પીએમ મોદીએ 98 મિનિટનું ભાષણ આપ્યું જે સવારે 7 કલાક અને 33 મિનિટથી શરૂ થઈને 9 કલાક અને 11 મિનિટ સુધી ચાલ્યું. લાલ  કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધિત કરતાં તેમણે દેશને સ્પર્શતાં અનેક મુદ્દા પર વાત કરી. જેમાં તેમણે કઈ મોટી વાત કરી? છેલ્લાં 11 વર્ષમાં કેટલા મિનિટનું ભાષણ આપ્યું? આ સવાલના જવાબ જોઈશું આ અહેવાલમાં... 

આ શબ્દો પ્રધાનમંત્રી મોદીના છે... જે તેમણે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા કહ્યા... સતત 11મી વખત ત્રિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરતાં પીએમ મોદીએ 98 મિનિટનું ભાષણ આપીને રેકોર્ડ બનાવી દીધો. જે તેમનું અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ રહ્યું... જેમાં તેમણે અનેકવિધ મુદ્દા પર સરકારની યોજનાનો ખુલાસો કર્યો.

પ્રધાનમંત્રીના સંબોધનના મહત્વના મુદ્દા

  • ભ્રષ્ટાચાર સામે અમારી લડાઈ ચાલુ રહેશે
  • મહિલાઓ પર અત્યાચાર કરનારને ફાંસી થવી જોઈએ
  • દેશમાં સેક્યુલર કોડ હોવો જોઈએ
  • ઓર્ગેનિક ફૂડનું બાસ્કેટ ભારત બને
  • દેશવાસીઓને આપ્યો ડિઝાઈનિંગ ઈન્ડિયાનો મંત્ર
  • 5 વર્ષમાં મેડિકલ લાઈનમાં 75,000 નવી સીટ વધારાશે
  • ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જે વધારી છે ચિંતા
  • ભારતની પ્રગતિથી ઈર્ષ્યા કરતાં દેશોને આપ્યો મોટો સંદેશ
  • રાજકીય પક્ષો વન નેશન વન ઈલેક્શન માટે આગળ આવે 

દિલ્હીમાં PM મોદીએ 11મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. 98 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધન કર્યુ. સૌથી લાંબી સ્પીચનો PMએ રેકોર્ડ બનાવ્યો. તેમણે વિવિધ મુદ્દામાં કહ્યું કે, આઝાદીના દિવાનાઓને મારા નમન. દેશ માટે શહીદી વહોરનારને નમન. કુદરતી હોનારતોએ ચિંતા વધારી. ગુલામીની મહાસત્તાને ઉખાડીને ફેંકી દીધી. 40 કરોડ લોકોએ દેશને આઝાદી અપાવી. 140 કરોડ લોકો દરેક પડકારનો સામનો કરી શકે છે. 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય છે. 140 કરોડ લોકો સમૃદ્ધ ભારત બનાવી શકે છે. દેશમાં સેક્યુલર કોડ હોવો જોઈએ. મહિલાઓ પર અત્યાચાર કરનારને ફાંસીની સજા થાય.

પીએમ મોદીએ 78માં સ્વતંત્રતા દિવસે 98 મિનિટ ભાષણ આપીને પોતાના જૂના રેકોર્ડ તોડી નાંખ્યા... છેલ્લાં 11 વર્ષમાં કેટલાં મિનિટ પીએમ મોદી લાલ કિલ્લા પરથી બોલ્યા તેના પર નજર કરીએ તો...

  • 2014માં 65 મિનિટનું ભાષણ...
  • 2015માં 88 મિનિટનું ભાષણ...
  • 2016માં 96 મિનિટનું ભાષણ...
  • 2017માં 56 મિનિટનું ભાષણ...
  • 2018માં 83 મિનિટનું ભાષણ...
  • 2019માં 92 મિનિટનું ભાષણ...
  • 2020માં 90 મિનિટનું ભાષણ...
  • 2021માં 88 મિનિટનું ભાષણ...
  • 2022માં 74 મિનિટનું ભાષણ...
  • 2023માં 90 મિનિટનું ભાષણ આપ્યું હતું...

 
પ્રધાનમંત્રી મોદીએ દેશના યુવાઓને અપીલ કરી કે પરિવારવાદના રાજકારણથી દૂર તેઓ રાજકારણમાં આવે... જેથી દેશના રાજકારણમાં નવા વિચારો આવશે... ત્યારે એ જોવાનું રહેશે કે પીએમ મોદીની અપીલની દેશના યુવાઓ પર કેવી અસર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news