પોલીસ કર્મીના આપઘાતથી અમદાવાદ શહેર પોલીસ આઘાતમાં! રાયફલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું

બુધવારે રાત્રિ દરમિયાન દસ વાગ્યા આસપાસ જીતેન્દ્ર વાઝા દ્વારા આત્મહત્યાનો બનાવ બન્યો હોવાનું પોલીસ અધિકારીઓને ધ્યાને આવતા તપાસ શરૂ કરી હતી. 

પોલીસ કર્મીના આપઘાતથી અમદાવાદ શહેર પોલીસ આઘાતમાં! રાયફલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું

ઉદય રંજન/અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં આવેલી નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીની પાછળ પોલીસ કર્મીના આપઘાતથી અમદાવાદ શહેર પોલીસ આઘાતમાં છે. બુધવારે રાત્રિ દરમિયાન દસ વાગ્યા આસપાસ જીતેન્દ્ર વાઝા દ્વારા આત્મહત્યાનો બનાવ બન્યો હોવાનું પોલીસ અધિકારીઓને ધ્યાને આવતા તપાસ શરૂ કરી હતી. 

મળતી પ્રાથમિક માહિતી અનુસાર નવનિર્મિત પોલીસ કમિશનર કચેરી પાસે પોલીસ કર્મી જીતેન્દ્ર વાઝા ઈન્સાસ રાયફલથી મોઢે બે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. પોલીસકર્મી ના આપધાત પાછળનું કારણ અકબંધ છે. પરંતુ પોલીસ કર્મીના પરિવારને બનાવવાની જાણ કરી મૃતક જીતેન્દ્ર વાઝાનું પેનલ ડોકટરથી પોસ્ટમોર્ટમ કરાવી માધુપુરા પોલીસે અકસ્માતે મોત નોંધી આત્મહત્યા અંગેનું કારણ જાણવા તપાસ શરૂ કરી. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જીતેન્દ્ર વાઝા ભરતી થયા હતા અને શાહીબાગ હેડ કવાટર્સ ખાતે આવેલ પોલીસ લાઇનમાં હિતેન્દ્ર વાઝા પરિવાર સાથે રહેતા હતા. પોલીસકર્મી જીતેન્દ્ર વાઝા સાથે તેમની પત્ની અને 6 વર્ષનો દીકરો રહે છે. જ્યારે પોલીસ કર્મી જીતેન્દ્ર વાઝાના મોટો ભાઈ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news