કાર્તિક પૂર્ણિમાના દિવસે દ્વારકાધીશ મંદિરમાં 108 ગ્રામ સોનાના હાર અને 400 ગ્રામ ચાંદીના લોટાનું દાન

આજે દેવ દિવાળીનું પાવન પર્વ છે. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં ભક્તો દ્વારા સોના-ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. 

Updated By: Nov 30, 2020, 03:10 PM IST
કાર્તિક પૂર્ણિમાના દિવસે દ્વારકાધીશ મંદિરમાં 108 ગ્રામ સોનાના હાર અને 400 ગ્રામ ચાંદીના લોટાનું દાન

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાધીશના મંદિરે ભક્તો શ્રદ્ધાથી સોના-ચાંદીનું દાન કરતા હોય છે. ત્યારે આજે દેવ દિવાળીના પર્વ પર બેરાજા ગામના એક પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો છે. આ પરિવાર દ્વારા 108 ગ્રામનો સોનાનો હાર દ્વારકાધીશ મંદિરે અર્પણ કરવામાં આવ્યો છે.

કાર્તિક પૂર્ણિમાના દિવસે એક ગ્રુપ દ્વારા ચાંદીનું દાન
આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તો દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે એક ભક્ત ગ્રુપ દ્વારા દ્વારકાધીશ મંદિરમાં ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. વિષ્ણુસહસ્ત્રના પાઠ કરતા મહિલા મંડળ દ્વારા ભગવાનને 400 ગ્રામના ચાંદીના લોટાનું દાન કરાયું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube