Corona: ઓછા રસીકરણ વાળા જિલ્લાઓના પ્રદર્શનની સમીક્ષા કરશે પીએમ મોદી, જાણો કયા રાજ્યો સામેલ

દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) 106 કરોડથી વધુ થઈ ગયુ છે. પરંતુ હજુ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં રસીકરણ સંતોષજનક નથી.

Corona: ઓછા રસીકરણ વાળા જિલ્લાઓના પ્રદર્શનની સમીક્ષા કરશે પીએમ મોદી, જાણો કયા રાજ્યો સામેલ

નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) 106 કરોડથી વધુ થઈ ગયુ છે. પરંતુ હજુ કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં રસીકરણ સંતોષજનક નથી. પીએમ મોદી આવા જ જિલ્લાઓના પ્રદર્શનની 3 નવેમ્બરના રોજ વર્ચ્યુઅલી સમીક્ષા કરશે. પીએમ મોદી ઈટાલીના પ્રવાસે છે. અહીં તેઓ જી-20 સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ આ અગાઉ રસીકરણને લઈને અનેક દૌરની બેઠક કરી છે. ભારતે 21 ઓક્ટોબરના રોજ 100 કરોડ વેક્સીનેશનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. જો કે હાલના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 10 કરોડ લોકો એવા છે જેમણે પહેલા ડોઝ બાદ સમયસર કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી. 

સમીક્ષા બેઠક અંગેની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયે આજે આપી. સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે આ સમીક્ષા બેઠકમાં એવા જિલ્લાઓને સામેલ કરાયા છે જ્યાં રસી માટે યોગ્યતા ધરાવતા લોકોમાં 50 ટકાથી પણ ઓછા લોકોએ રસીનો એક ડોઝ જ લીધો છે. જ્યારે તે જિલ્લાઓમાં બીજા ડોઝના આંકડા પણ સંતોષકારક નથી. એવું કહેવાયું છે કે પ્રધાનમંત્રી ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને કેટલાક અન્ય રાજ્યોના આવા જ જિલ્લાઓમાં કોરોના રસીકરણની સમીક્ષા કરશે. 

આ બાજુ રોમમાં થઈ રહેલા જી 20 સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત આગામી વર્ષના અંત સુધીમાં 5 અબજથી વધુ કોવિડ રસીનું ઉત્પાદન કરી શકે છે. જે કોરોના વિરુદ્ધ જંગમાં નિર્ણાયક પગલું સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news