#MODIWITHAKSHAY: અક્ષયના સવાલ પર PM મોદીએ કહ્યું- બોલીવુડના આ ગીતો છે પસંદ

બોલીવુડના સ્ટાર અક્ષય કુમારે પીએમ મોદીનું ઇન્ટરવ્યૂ લીધું જેમાં પીએમ મોદીએ તેમના અંગત જીવન વિશે ઘણી વાતો કરી હતી. દેશના ઇતિહાસમાં આ પહેલી વખત થયું હશે જ્યારે બોલીવુડ સ્ટારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ લીધુ હોય

#MODIWITHAKSHAY: અક્ષયના સવાલ પર PM મોદીએ કહ્યું- બોલીવુડના આ ગીતો છે પસંદ

નવી દિલ્હી: બોલીવુડના સ્ટાર અક્ષય કુમારે પીએમ મોદીનું ઇન્ટરવ્યૂ લીધું જેમાં પીએમ મોદીએ તેમના અંગત જીવન વિશે ઘણી વાતો કરી હતી. દેશના ઇતિહાસમાં આ પહેલી વખત થયું હશે જ્યારે બોલીવુડ સ્ટારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ લીધુ હોય. આ ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદી અને અક્ષય કુમાર વચ્ચે ઘણી વાતો થઇ હતી. આ પીએમ મોદીનું પ્રથમ ‘નોન-પોલિટિકલ’ ઇન્ટરવ્યૂ હતું, પીએમ મોદીએ અક્ષયના દરેક સવાલોનો જવાબ આપ્યો હતો. તે દરમિયાન જ્યારે અક્ષય કુમારે પીએમ મોદીથી પૂછ્યું કે તમે ક્યારે કોઇ હિન્દી ગીત એકલા ગુનગુનાવો છો.

આ ગીત સાંભળતા હતા પીએમ મોદી
અક્ષયના આ સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે, ગીત ગુનગુનાવાનું તો નથી થતું, પણ જ્યારે મારા મનમાં જે કોઇ ગીત છે ‘જ્યોતિ કલશ છલકે’ અથવા ‘ઓ પવન વેગ સે ઉડને વાલે’ જેવા ગીતો ઘણા જૂના ખુબ જ ગમતા હતા. આજના ગીતો તો મને ખબર જ નથી. જણાવી દઇએ કે, ‘જ્યોતિ કલશ છલકે’ ગીત ફિલ્મ ‘ભાભી કી ચૂડિયાં’ અને ‘ઓ પવન વેગ સે ઉડને વાલે’ ગીત ‘જય ચિતૌડ’ ફિલ્મના છે. આ બંને ગીત લતા મંગેશ્કરે ગાયા છે.

માત્ર આટલા કલાક જ ઊંઘે છે પીએ મોદી
તે દરમિયાન જ્યારે અક્ષયે પીએમ મોદીથી પુછ્યું કે તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો? તેના પર પીએમ મોદીએ કહ્યું કે, આ સવાલ મને રાષ્ટ્રપતી ઓબામાએ પણ પૂછ્યો હતો. જ્યારે ઓબામા મને મળ્યા ત્યારે તેમણે મને કહ્યું આવું કેમ કરો છો? તમારે ઊંઘ પૂરી લેવી જોઇએ. ઓબામા જ્યારે પણ મેળે છે ત્યારે પૂછે છે મારી વાત માની? ઊંઘ વધારી? પરંતુ હું શું કરૂ, મારા જાણીતા ડોક્ટરો પણ મને કહે છે કે ઊંઘ વધારો. પરંતુ તે મારા જીવનનો એક ભાગ બની ગઇ છે. નિવૃતિબાદ ઊંઘ વધારવા પર હું ધ્યાન આપીશ.

શું ફિલ્મ જોઓ છો પીએમ મોદી
જ્યારે અક્ષય કુમારે પીએમ મોદીને પૂછ્યું કે શું તમે ફિલ્મ જોવો છો? છેલ્લે કઇ ફિલ્મ જોઇ હતી? તેના પર પીએમ મોદીએ કહ્યું, જ્યારે સીએમ હતો ત્યારે અમિતાભ બચ્ચન સાથે તેમની ફિલ્મ ‘પા’ જોઇ હતી. તે દરમિયાન અનુપમજીની સાથે ‘A Wednesday’ જોઇ હતી, પરંતુ પીએમ બન્યા બાદ કોઇ ફિલ્મ જોઇ નથી. ફિલ્મ ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ જોવા માટે ઘણા લોકોએ કહ્યું, પરંતુ હું ના જોઇ શક્યો. આ ફિલ્મની ઘણા લોકો પાસેથી પ્રશંસા સાંભળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news