PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, દેશના ખેડૂતોને બની જશે માલામાલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપી છે. પીએમ મોદીએ  વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરી છે.

Updated By: Sep 28, 2021, 01:30 PM IST
PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, દેશના ખેડૂતોને બની જશે માલામાલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપી છે. પીએમ મોદીએ  વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરી છે. કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે કૃષિ અને વિજ્ઞાનના તાલમેલને નિરંતર વધારતા રહેવું છે. આજે આ સાથે જોડાયેલું વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશના આધુનિક વિચારધારા વાળા ખેડૂતોને સમર્પિત કરવામાં આવી રહ્યું છે. ખેતી અને ખેડૂતો સાથે જોડાયેલ દરેક જરૂરિયાત સરકારની પ્રાથમિકતા છે. 

પોષણયુક્ત બીજો પર અમારું ફોકસ વધુ-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું 'નાના-નાના ખેડૂતોની જીંદગીમાં ફેરફારની આશાની સાથે આ ભેટમાં આજે કોટિ-કોટિ ખેડૂતોના ચરણોમાં સમર્પિત કરી રહ્યો છું. ગત 6-7 વર્ષોમાં સાયન્સ અને ટેક્નોલોજીને ખેતી સાથે જોડાયેલા પડકારોના સમાધાન માટે પ્રાથમિકતાના આધાર પર ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. વિશેષ રૂપથી બદલાયેલા હવામાનમાં નવી પરિસ્થિતિઓના અનુકૂળ વધુ પોષણયુક્ત બીજો પર અમારો ફોકસ વધુ છે. 

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ

પીએમ મોદીએ આગળ કહ્યું 'આપણા ત્યાં ઉત્તર ભારતમાં ઘાઘ અને બટુરીની કૃષિ સંબંધી કહેવતો ખૂબ લોકપ્રિય રહી છે. ઘાઘએ આજે ઘણા શતાબ્દિ પહેલાં કહ્યું હતું- જેતે ગહિરા જૈતે ખેત, પરે બીજ ફલ તેતૈ દેત. એટલે કે પાકની લણણી કરવામાં આવે છે, બીજની વાવણી પર ઉપજ પણ એટલી જ વધુ થાય છે. આજે વધુ 35 નવા પાકની વેરાયટી દેશના ખેડૂતોના ચરણમાં સમર્પિત કરવામાં આવી રહી છે. આ બીજ જળવાયું પરિવર્તનના પ્રભાવથી ખેતીની સુરક્ષા કરવા અને કુપોષણ મુક્ત ભારતના અભિયાનમાં મદદરૂ થનાર આપણા વૈજ્ઞાનિકોની શોધનું પરિણામ છે. 

દેશના કૃષિ અને ખેડૂતોની આવક વધારવામાં મળશે મદદ
પીએમ મોદીએ કહ્યું કે 'છત્તીસગઢના National Institute of Biotic Stress Management તરીકે દેશના વૈજ્ઞાનિક કામ માટે નવી સંસ્થા મળી છે. આ સંસ્થા હવામાન અને અન્ય પરિસ્થિતિઓના ફેરફાર પર ઉદભવેલા પડકારો સામે લડવામાં દેશના પ્રયાસોને વૈજ્ઞાનિક મદદ આપશે. અહીંથી જે વૈજ્ઞાનિક તૈયાર થશે, જે સમાધાન તૈયાર થશે, તે દેશની કૃષિ અને ખેડૂતોની આવક વધારવામાં મદદ થશે. 

પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષથી કોરોનાની લડાઇ વચ્ચે આપણે જોવાનું છે કે કેવી રીતે તીડે અનેક રાજ્યોમાં મોટો હુમલો કર્યો હતો. ભારતે ખૂબ પ્રયાસ કરીને આ હુમલાને રોક્યો હતો. ખેડૂતોને વધુ નુકસાનથી બચાવ્યા હતા. નવા પાકની વેરાયટી સિઝનના ઘણા પ્રકારના પડકારો સામે લડવામાં સક્ષમ તો છે જ, તેમાં પૌષ્ટિક તત્વ પણ વધુ છે. તેમાં કેટલીક વેરાયટી ઓછા પાણીવાળા વિસ્તાર માટે અને કેટલાક પાક ગંભીર રોગોથી સુરક્ષિત છે. 

Price Hike: મોંઘવારીનો વધુ એક માર, હવે CNG-PNG નો વારો, જાણો કેટલી વધશે કિંમત

અલગ-અલગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં તૈયાર કરવામાં આવ્યા પાક
પીએમ મોદીએ જણાવ્યું કે કેટલાક જલદી તૈયાર થઇ જનાર છે, કેટલાક ખારા પાણીમાં પણ થઇ શકે છે. એટલે દેશની અલગ-અલગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં તેમને તૈયાર કરવામાં આવ્યા છે. ખેડૂતોને પાણીની સુરક્ષા આપવા માટે અમે સિંચાઇ પ્રોજેક્ટ શરૂ કર્યા, દાયકાથી લગભગ 100 નવા સિંચાઇ પ્રોજેક્ટને પુરા કરવાનું અભિયાન ચલાવ્યું. પાકને રોગોથી બચાવવા માટે વધુ ઉપજ માટે ખેડૂતોને નવી વેરાયટીના બીજ આપવામાં આવ્યા.

આ વિશિષ્ટ ગુણો ધરાવતા પાકની વિવિધતાઓમાં, માનવ અને પ્રાણીનાં આરોગ્ય પર વિપરિત અસરો પડે છે એવા અમુક પાકોમાં પોષણ વિરોધી પરિબળો જોવા મળે છે એનો ઉકેલ લાવતી ખાસિયતોનો પણ સમાવેશ થાય છે. આવી વિવિધતાના ઉદાહરણોમાં, પુસા ડબલ્ડ ઝીરો મસ્ટર્ડ 33, પહેલી <2% યુરિક એસિડ અને <30 પીપીએમ ગ્લુકોસિનોલેટ્સ સાથેની કેનોલા ક્વૉલિટી હાઇબ્રિડ આરસીએચ 1 અને કુનિટ્ઝ ટાઈપિઝમ ઈન્હિબિટર અને લિપોક્સીજેનેઝ તરીકે ઓળખાતા બે પોષણ વિરોધી પરિબળોથી મુક્ત સોયાબીનની એક જાતનો સમાવેશ થાય છે. ખાસ વિશિષ્ટાઓ સાથેની અન્ય વિવિધતાઓ અન્યો સહિત સોયાબીન, સોર્ગમ (જુવાર-બાજરીનો સાંઠો, છાસટિયો) અને બેબી કોર્નમાં વિકસાવાઇ છે. 

'Taarak Mehta'... ના આ એકટરને ઓળખ્યો તમે? રિયલ લાઇફમાં છે જેઠાલાલ સાથે ખાસ કનેક્શન

બાયોટિક સ્ટ્રેસીસમાં પાયાનું અને વ્યૂહાત્મક સંશોધન હાથ ધરવા, માનવ સંસાધનો વિક્સાવવા અને નીતિ મદદ પૂરી પાડવા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટની સ્થાપના રાયપુર ખાતે કરાઇ છે. શૈક્ષણિક વર્ષ 2020-21થી આ સંસ્થાએ અનુસ્તાનક-પીજી અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube