National Metrology Conclave : પ્રોડક્ટ્સની ક્વોલિટીથી લઈને કોરોના રસી પર ખુલીને બોલ્યા PM મોદી
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ખુબ ગર્વની વાત છે કે ભારતમાં 2 સ્વદેશી કોરોના રસી (Corona Vaccine) તૈયાર થઈ ગઈ છે. હવે દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. નવા વર્ષમાં ભારતના વૈજ્ઞાનિકોએ બે રસી બનાવી. જે નવા વર્ષની ભેટ છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ (National Metrology Conclave)નું ઉદ્ધાટન કર્યું. કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન પણ હાજર રહ્યા. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ખુબ ગર્વની વાત છે કે ભારતમાં 2 સ્વદેશી કોરોના રસી (Corona Vaccine) તૈયાર થઈ ગઈ છે. હવે દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. નવા વર્ષમાં ભારતના વૈજ્ઞાનિકોએ બે રસી બનાવી. જે નવા વર્ષની ભેટ છે. દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ જલદી શરૂ કરાશે. દેશને પોતાના વૈજ્ઞાનિકો પર ખુબ ગર્વ છે. દેશવાસીઓ વૈજ્ઞાનિકોના કૃતજ્ઞ છે.
વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓ સાથે કરે સંવાદ
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં સર્વિસિઝની ક્વોલિટી હોય કે પછી સરકારી સેક્ટર હોય કે પછી પ્રાઈવેટ, પ્રોડક્ટની ક્વોલિટી હોય કે પછી સરકારી સેક્ટરમાં હોય કે પ્રાઈવેટ. આપણી ક્વોલિટી સ્ટાન્ડર્ડ એ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતની પ્રોડક્ટ્સની તાકાત કેટલી વધે. તેમણે કહ્યું કે CSIRના વૈજ્ઞાનિકો દેશના વધુમા વધુ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. કોરોનાકાળના પોતાના અનુભવોને અને તે શોધ ક્ષેત્રમાં કરાયેલા કામોને નવી પેઢી સાથે શેર કરે. તેનાથી ભવિષ્યમાં તમને યુવા વૈજ્ઞાનિકોની નવી પેઢી તૈયાર કરવામાં મોટી મદદ મળશે. કોન્કલેવમાં પીએમ મોદીએ કહ્યું કે દેશ 2022માં પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે. 2047માં આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આપણે આત્મનિર્ભર ભારતના નવા સંકલ્પોને ધ્યાનમાં રાખીને, નવા માપદંડો, નવા સ્ટાન્ડર્ડ્સ, અને નવા બેન્ચમાર્ક્સને સેટ કરવાની દિશામાં આગળ વધવાનું છે.
The Indian scientists have been successful in coming up with two 'made in India' COVID19 vaccines. The country is proud of its scientists: Prime Minister Narendra Modi during the inaugural address at National Metrology Conclave pic.twitter.com/h0Sv8E4qJY
— ANI (@ANI) January 4, 2021
ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ છે જેની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે. આજે આ દિશામાં વધુ એક ડગલું આગળ વધ્યા છીએ. આજે જે ભારતીય નિર્દેશકનું લોકાર્પણ કરાયું છે તે આપણા ઉદ્યોગ જગતને ક્વોલિટી પ્રોડક્ટ્સ બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આજનું ભારત પર્યાવરણની દિશામાં દુનિયાનું નેતૃત્વ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ એર ક્વોલિટી અને emission માપવાની ટેક્નોલોજીથી લઈને ટુલ્સ સુધી આપણે બીજા પર નિર્ભર રહ્યા છીએ. આજે તેમાં પણ આત્મનિર્ભરતા માટે આપણે મોટું પગલું ભર્યું છે.
The impact of any research is commercial,social&expands our understanding. Many times other potential future uses of research can't be estimated in advance, but it's for sure that research is never wasted. Just as it's said in our shashtras that soul is immortal,so is research:PM pic.twitter.com/uXr0ZuM3xR
— ANI (@ANI) January 4, 2021
દુનિયાની મોટી મોટી કંપનીઓના ભારતમાં રિસર્ચ સેન્ટર અને ફેસિલિટિઝ
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં ઈન્ડસ્ટ્રી અને ઈન્સ્ટિટ્યૂશન વચ્ચે collaboration ને મજબૂત કરાઈ રહ્યું છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારતમાં પોતાના રિસર્ચ સેન્ટર અને ફેસિલિટિઝ સ્થાપિત કરી રહી છે. ગત વર્ષોમાં આ ફેસિલિટીઝની સંખ્યા વધી છે.
Today, India is among the top 50 countries in global innovation ranking. The collaboration between industry and institutions is being strengthened in India: PM Narendra Modi https://t.co/wOQ8YVxjKh pic.twitter.com/2WodbzE0z9
— ANI (@ANI) January 4, 2021
ગ્લોબલ ઈનોવેશન રેન્કિંગમાં ભારત ટોપ 50 દેશમાં સામેલ
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત ગ્લોબલ ઈનોવેશન રેન્કિંગમાં દુનિયાના ટોપ 50 દેશોમાં પહોંચી ગયું છે. દેશમાં આજે બેઝિક રિસર્ચ પર ભાર આપવામાં આવે છે. આપણે એ યાદ રાખવાનું છે કે આપણા જેટલા પેટન્ટ્સ હશે, તેમની યુટિલિટી આપણા આ પેટન્ટ્સની હશે. આપણા રિસર્ચ જેટલા સેક્ટરોમાં લીડ કરસે, તેટલી જ તમારી ઓળખ મજબૂત થશે. તેટલી જ બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે