મોદી સાથે બેઠક બાદ જેટલીની સ્પષ્ટતા, વિશ્વની તુલનાએ દેશમાં મોંઘવારી ઓછી
આ બેઠક એવા સમયે થઇ છે જ્યારે રૂપિયો ડોલર પોતાનાં સર્વકાલિન નિચલા સ્તરને સ્પર્શી ચુકી છે, સાથે જ તેલની કિંમતો પણ રેકોર્ડ સ્તર સુધી પહોંચી ચુકી છે
Trending Photos
નવી દિલ્હી : પેટ્રોલ-ડિઝલની કિંમતો મુદ્દે ઘેરાયેલી સરકાર અને ડોલર સામે નબળો પડી રહેલા રૂપિયા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નર અને નાણામંત્રી અરૂણ જેટલી ઉપરાંત નાણા મંત્રાયલ અને વડાપ્રધાન કાર્યાલયના અધિકારારીઓ પણ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન રિઝર્વ બેંકના અધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા અર્થવ્યવસ્થામાં વિસ્તાર અંગે માહિતી આપી હતી. બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘણો વધારે છે અને અન્ય દેશોની તુલનાએ ભારતની મોંઘવારી પણ કાબુમાં છે.
ક્રૂડની કિંમતમાં થયેલા વધારા અને ડોલર સામે નબલો પડી રહેલો રૂપિયા અંગે અરૂણ જેટલીએ કહ્યું કે, અમેરિકામાં કેટલાક નીતિગત નિર્ણય કરાયા છે, જેના કારણે ડોલર મજબુત થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધી છે. તેનો પ્રભાવ આપણી અર્થવ્યવસ્થા પર પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિયો ગત્ત દિવસોમાં ડોલરની તુલનાએ પોતાનાં લઘુત્તમ સ્તર સુધી પહોંચી ગયો હતો. ઓગષ્ટમાં રૂપિયો છ ટકા સુધી ઘટીને 72ના સ્તર સુધી ગયો હતો. ઉપરાંત હાલ ડિઝલ અને પેટ્રોલના ભાવ પણ રેકોર્ડ સ્તર સુધી પહોંચી ચુક્યા છે. વિપક્ષે તેની વિરુદ્ધ 10 સપ્ટેમ્બરે ભારત બંદનું આહ્વાન કર્યું હતું અને ડીઝલ પેટ્રોલની કિંમત ઘટાડવા માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવા અને ડોલર સામે રૂપિયામાં થઇ રહેલા ઘટાડાનાં કારણે તેલ કંપનીઓ ઇંધણની કિંમતોમાં સતત વધારો કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં બે રૂપિયા લીટરનો ઘટાડો કરવા માટે 30 હજાર કરોડ રૂપિયાનાં કરનું નુકસાન કરવું પડશે. સરકાર હાલ આ પ્રકારની કોઇ પણ છુટ આપી શકે તેમ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે