'મન કી બાત: રાજકારણમાં જવાનું ક્યારેય મારું મન ન હતું- PM નરેંદ્ર મોદી
અયોધ્યા ચૂકાદા બાદ અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા ચૂકાદા બાદ અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું:-
- મારા પ્યારા દેશવાસીઓ મન કી બાતમાં તમારું સ્વાગત છે. યુવા દેશના, યુવા, વો ગર્મ જોશી, તે દેશભક્તિ, તે સેવાના રંગમાં રંગાયેલા નવયુવાનો, તમે જાણો છો ને. નવેમ્બર મહિનાના ચોથો રવિવાર NCC Day ના રૂપમાં ઉજવવામાં આવે છે.
- સામાન્ય રીતે આપણી યુવા પેઢીને Friendship Day બરાબર યાદ રહે છે. પરંતુ ઘણા લોકો છે જેને NCC Day પણ યાદ રહે છે. હું NCC ના બધા પૂર્વ અને હાલના Cadet ને NCC Dayની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે.
- NCC એટલે National Cadet Corps. દુનિયાના સૌથી મોટા uniformed youth organizations માં NCC એક છે. આ એક Tri-Services Organization છે જેમાં સેના, નૈસેના, વાયુસેના ત્રણેય સામેલ છે.
- મારું સૌભાગ્ય રહ્યું છે કે હું પણ બાળપણમાં મારી સ્કૂલમાં NCC Cadet રહ્યો, તો મને અનુશાસન, આ ગણેવશ માલૂમ છે અને તેના કારણે આત્મવિશ્વાસનું સ્તર પર વધે છે. આ બધી વસ્તુઓ બાળપણમાં એક NCC Cadet ના રૂપમાં અનુભવ કરવાની તક મળી હતી.
- 7 ડિસેમ્બરના રોજ Armed Forces Flag Day (સશસ્ત્ર સેના ઝંડા દિવસ) ઉજવવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે આપણે વીર સૈનિકોને, તેમના પરિક્રમને, તેમના બલિદાનને યાદ કરીએ છીએ પરંતુ યોગદાન પણ કરે છે. આવો આ અવસર પર અમે આપણી Armed Forces ના અદમ્ય સાહસ, શૌર્ય અને સમર્પણ ભાવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને વીર સૈનિકોનું સ્મરણ કરો.
- ભારતમાં ફિટ ઇન્ડીયા મૂવમેંટ (Fit India Movement) થી તો તમે પરિચિત હશો જ. સીબીએસઇએ એક સરાહનીય પહેલ કરી છે. Fit India સપ્તાહની. આ સપ્તાહમાં વિદ્યાર્થીઓની સાથે-સાથે તેમના શિક્ષક અને માતા-પિતા પણ ભાગ લઇ શકે છે. - પીમ મોદીએ કહ્યું કે, હું અનુરોધ કરું છું કે બધી school, Fit India ranking માં સામેલ થાય અને Fit India આ સહજ સ્વભાવ બને. એક જનઆંદોલન બને. જાગૃતતા આવે. તેના માટે પ્રયાસ કરવો જોઇએ.
પીડા હું સમજી શકું છું
- વડાપ્રધાન મોદીએ કહ્યું ''થોડા દિવસો પહેલાં @mygovindia પર એક comment પર મારી નજર પડી. અસમ (નૌગાંવ)ના રમેશ શર્માએ લખ્યું, 'બ્રહ્મપુત્ર નદી પર એક ઉત્સવ- બ્રહ્મપુત્ર પુષ્કર, 4-16 નવેમ્બર સુધી હતો પરંતુ તેની કોઇ વ્યાપક ચર્ચા થઇ નથી, પ્રચાર થતો નથી. તમારી પીડા હું સમજી શકું છું.''
અયોધ્યા ચૂકાદા પર કહ્યું
- અયોધ્યા કેસ પર વડાપ્રધાનમંત્રીએ કહ્યું, ''9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો, તો 130 કરોડ ભારતીયો ફરીથી એ સાબિત કરી દીધો તેના માટે દેશહિતથી વધીને કંઇક નથી. દેશમાં શાંતિ, એકતા અને સદભાવના મૂલ્ય સર્વોપરિ છે. રામ મંદિર પર જ્યારે ચૂકાદો આવ્યો તો આખા દેશને તેને દિલ ખોલીને ગળે લગાવ્યો. પુરી સહજતા અને શાંતિ સાથે સ્વિકાર કર્યો.'
'પરીક્ષા પર ચર્ચા'
- તેમણે કહ્યું, ''મારા યુવા-સાથી પરીક્ષાઓના સમયે હસતા રમતાં જુઓ, વાલીઓ તણાવ મુક્ત, શિક્ષક આશ્વસ્ત હોવ, તેના ઉદ્દેશ્યને લઇને અમે મન કી બાતના માધ્યમથી 'પરીક્ષા પર ચર્ચા' #ParikshaParCharcha Town Hall से, Exam Warrior’s Book ના માધ્યમથી સતત પ્રયત્ન કરી રહ્યા છે.'
બોલીઓ પર વ્યક્ત કરી ચિંતા
વડાપ્રધાને કહ્યું 'આપણી ભારત ભૂમિ પર હજારો ભાષાઓ સદીઓથી પુષ્પિત પલ્લવિત થતી રહી છે. જોકે આપણને એ વાતની ચિંતા હોય છે કે ક્યાંય ભાષાઓ, બોલીઓ ખતમ થઇ જશે. ગત થોડા દિવસો પહેલાં મને ઉતરાખંડના ઘારચુલાની કહાણી વાંચવા મળી. મને ખૂબ સંતોષ મળ્યો. આપણી સભ્યતા, સંસ્કૃતિ અને ભાષાઓ આખા વિશ્વને, વિવધતાઓમાં, એકતાનો સંદેશ આપે છે. પિથૌરાગઢના ધારચૂલામાં, રંગ સમુદાયના ઘણા લોકો રહે છે, તેમની, પરસ્પરની બોલચાલની ભાષાઓ છે. આ લોકો એ વાતને વિચારીને અત્યંત દુખી થઇ જાય છે કે તેમની ભાષા બોલનાર લોકો સતત ઓછા થતા જાય છે- પછી શું હતું, એક દિવસ પોતાની ભાષાને બચાવવાનો સંકલ્પ લઇ લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે