Corona કાળ બાદ PM મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ, કાલે પહોંચશે બાંગ્લાદેશ, આ છે કાર્યક્રમ

પ્રધાનમંત્રી બાંગ્લાદેશના 50માં સ્વાતંત્રતા દિવસ અને તેના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર્રહમાનના જન્મશતાબ્દી સમારોહમાં સામેલ થશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાની બાંગ્લાદેશ યાત્રા વિશે ગુરૂવારે કહ્યુ- હું 26-27 માર્ચના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના નિમંત્રણ પર બાંગ્લાદેશના પ્રવાસે છું.

Corona કાળ બાદ PM મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ, કાલે પહોંચશે બાંગ્લાદેશ, આ છે કાર્યક્રમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોરોના મહામારી બાદ પ્રથમવાર વિદેશ પ્રવાસે જશે. તેઓ 26 માર્ચે બાંગ્લાદેશ પહોંચશે. પ્રધાનમંત્રી બાંગ્લાદેશના 50માં સ્વાતંત્રતા દિવસ અને તેના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર્રહમાનના જન્મશતાબ્દી સમારોહમાં સામેલ થશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાની બાંગ્લાદેશ યાત્રા વિશે ગુરૂવારે કહ્યુ- હું 26-27 માર્ચના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના નિમંત્રણ પર બાંગ્લાદેશના પ્રવાસે છું. મને ખુશી છે કે કોરોનાની શરૂઆત બાદ મારી પ્રથમ વિદેશ યાત્રા મિત્ર પડોશી દેશની સાથે થશે, જેની સાથે ભારતના સાંસ્કૃતિક અને ભાષાકીય સંબંધો રહ્યા છે. 

યાત્રાનું મહત્વ
આ પ્રવાસના ઘણા રાજકીય, ઔતિહાસિક અને ધાર્મિક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે, પરંતુ આ સમયમાં તેઓ ત્રણ સ્થળો પર જશે. તેમાં એક છે તુંગીપાડા સ્થિત બંગબંધુ મેમોરિયલ એટલે કે બાંગ્લાદેશના સંસ્થાપકનું જન્મસ્થળ. ત્યારબાદ તેઓ બે મંદિરોના દર્શન માટે જશે, જેનું પોતાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. તેમાં એક છે ઓરાકાંડી સ્થિત મતુઆ સમુદાયનું હરિચાંદ ઠાકુરની સ્થળ ઠાકુડ બાડી અને બીજુ છે બોડિશાલની સુગંધા શક્તિપીઠ. આ સિવાય તિસ્તા નદી સંધિ પર ચર્ચા પણ કરશે. 

113 કિમી તુંગિપારામાં બંદબંધુ તીર્થ
તુંગિપારા મુજિબુર રહમાનનું જન્મસ્થળ છે. બાંગ્લાદેશને વર્ષ 1971મા આઝાદ કરાવનાર બંદબંધુ મુજિબુર રહમાન આ ભવ્ય મકબરાની અંદર દફન થયેલા છે, જેને બંગબંધુ સમાધી કહેવામાં આવે છે. 15 ઓગસ્ટ 1875ના તેઓ ઢાકાના ધનમંડીના 32 નંબર રસ્તાના 688 નંબરના મકાનમાં હતા. તે સમયે સેનાની બે બટાલિયને વિદ્રોહ કરી તેમના ઘરમાં હુમલો કર્યો અને હત્યા કરી દીધી. અહીં બંગબંધુ સંગ્રાહલય છે. આ પહેલાના પ્રવાસમાં પણ પીએમ મોદી સંગ્રહાલય જોવા ગયા હતા. 

ઠાકુર બાડી
ઢાકાથી લગભગ 144.6 કિમી દૂર ઓરાકાંડી મતુઆ સમુદાયના સંસ્થાપક હરિચાંદ ઠાકુરનું મંદિર છે. 1860માં તેમણે અહીંથી ધાર્મિક સુધાર આંદોલન શરૂ કર્યુ હતું. આ સમુદાયમાં સમાજના તે વર્ગને માન-સન્માન અધિકાર આપવામાં આવે છે જે અછૂત માનવામાં આવશે. તેને તેમણે નામસૂદ્ર નામ આપ્યુ. 

બંગાળની 30 સીટો પર મતુઆ સમુદાયની અસર
વર્ષ 1947ના વિભાજન બાદ આ સમુદાયના ઘણા લોકો ભારત આવી ગયા અને બંગાળમાં 24 પરગના, દક્ષિણ પરગના, નદિયા, જલપાઇગુડી, સિલીગુડી, કૂચ બિહાર અને બર્ધમાન વિસ્તારમાં ફેલાઈ ગયા. તેમની વસ્તી લગભગ બે-ત્રણ કરોડ લોકો છે. બંગાળની 30 વિધાનસભા સીટો પર આ સમાજની અસર માનવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના પ્રવાસથી સમુદાયના લોકોનું ભાજપને સમર્થન મળી શકે છે. પીએમ મોદી આ મંદિરમાં 30 મિનિટ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news