આ દિવસે તમામ મુખ્યમંત્રી સાથે પીએમ મોદી કરશે મીટિંગ, કોરોનાને લઇને થશે ચર્ચા
કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી લાગૂ લોકડાઉન (Lockdown)થી દેશને ધીમે ધીમે આગળ વધવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી અઠવાડિયે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એકવાર ચર્ચા-વિચારણા કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી લાગૂ લોકડાઉન (Lockdown)થી દેશને ધીમે ધીમે આગળ વધવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી અઠવાડિયે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરી એકવાર ચર્ચા-વિચારણા કરી શકે છે.
આ બેઠક એવા સમયે થવા જઇ રહી છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી રહ્યા છે. કોવિડ-19 વચ્ચે અનલોક-1 દરમિયાન સામાન્ય લોકો અને બિઝનેસમેનોને ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે જેથી લોકડાઉનથી પ્રભાવિત આર્થિક ગતિવિધિઓને ગતિ મળી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી સાથે 16 અને 17 જૂનના રોજ સંવાદ કરી શકે છે. બંને દિવસ સુધી ડિજિટલ માધ્યમથી થનાર આ બેઠકમાં રાજ્યોને બે તબક્કામાં વહેંચી શકાય છે.
આ વડાપ્રધાન મોદીના રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા-વિચારણાનો છઠ્ઠો તબક્કો હશે. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ગત સંવાદ 11 મેના રોજ થયો હતો. ગૃહ મંત્રી અમિત શાહએ મેના અંતિમ સપ્તાહમાં ટેલીફોન પર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે