મહારાષ્ટ્ર: પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા લોકો પર પોલીસનો લાઠીચાર્જ, જુઓ VIDEO
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં પ્રદર્શનકારીઓના એક સમૂહે પુલવામા આતંકવાદી હુમલોના વિરોધમાં આજે રેલવેના પાટાઓ પર ચક્કાજામ કર્યો.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં પ્રદર્શનકારીઓના એક સમૂહે પુલવામા આતંકવાદી હુમલોના વિરોધમાં આજે રેલવેના પાટાઓ પર ચક્કાજામ કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓ સવારે 8.20 કલાકે રેલવેના પાટા પર પહોચ્યાં અને તેમણે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. પ્રદર્શનના કારણે ટ્રેનસેવા પ્રભાવિત થઈ. પશ્ચિમ રેલવેએ એક ટ્વિટમાં કહ્યું કે અનેક પ્રદર્શનકારીઓએ નાલાસોપારામાં પાટાઓ પર ચક્કાજામ કર્યાં. જેના કારણે નાલાસોપારા અને તેની આગળની ટ્રેન સેવા પ્રભાવિત થઈ. જીઆરપી, આરપીએફ લોકોને મનાવવા, પાટા ખાલી કરવા અને ટ્રેન સેવા બહાલ કરવાના પ્રયત્નો રકી રહી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા રવિન્દર ભાકરે જણાવ્યું કે પ્રદર્શન સવારે 8.20 વાગે શરૂ થયું. લોકો રેલવેના પાટા પર પહોંચી ગયા હતાં. તેમણે ટ્રેનોની અવરજવર રોકી હતી. તેમણે કહ્યું કે નાલાસોપારા અને વિરાર વચ્ચે ટ્રેનો ચાલી રહી નથી. જ્યારે વસઈ અને ચર્ચગેટ વચ્ચે સેવા સામાન્ય છે. પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે સુરક્ષાદળોને બોલાવવામાં આવ્યાં છે.
પ્રદર્શનકારીઓએ ભારત માતાની જયના નારા લગાવ્યાં. તેમણે પુલવામા આતંકી હુમલાને લઈને પાકિસ્તાન વિરુદ્ધ પણ નારા લગાવ્યાં. આતંકી સમૂહો અને આતંકીઓને શરણ આપવા બદલ પાડોશી દેશ પર કાર્યવાહીની માગણી કરી. પ્રવક્તાએ કહ્યું કે પ્રદર્શનથી લાંબા અંતરની ટ્રેનો પર અસર પડી શકે છે.
#WATCH Mumbai: Police baton charge to disperse protesters at Nallasopara railway station, protesting against #PulwamaAttack. Some protesters were demonstrating at railway tracks of the station earlier today affecting services. Services now resumed at Virar, Nallasopara&Bhayandar pic.twitter.com/lKJ4kuKoX7
— ANI (@ANI) February 16, 2019
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 વાનો શહીદ થઈ ગયાં. જ્યારે પાંચ ઘાયલ થયા હતાં. જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરે પુલવામા જિલ્લામાં 100 કિગ્રાથી વધુ વિસ્ફોટકો ભરેલા એક વાહનને સુરક્ષાદળોની બસ સાથે ટકરાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે