કેજરીવાલનાં ઘરે પોલીસની તપાસ: CCTVમાં મોટા ગોટાળાની આશંકા

ક્રાઇમ સીન જોવા માટે પોલીસ દ્વારા ફોરેન્સીક ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી

કેજરીવાલનાં ઘરે પોલીસની તપાસ: CCTVમાં મોટા ગોટાળાની આશંકા

નવી દિલ્હી : દિલ્હી સરકારનાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટ મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં સલાહકાર વી.કે જૈનનાં નિવેદન બાદ શુક્વારે તપાસ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં ઘરે પહોંચી હતી. દિલ્હી પોલીસે ત્યાં લગાવાયેલા 21 કેમેરાને સીઝ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે, મુખ્યમંત્રી આવાસમાં લાગેલા કેમેરાનો ટાઇમ 40 મિનિટ પાછો કરવામાં આવ્યો છે. પોલીસે તેમ પણ જણાવ્યું કે, જ્યાં મુખ્ય સચિવ સાથે મારપીટ થઇ. બીજી તરફ સીસીટીવી નહોતા લાગ્યા અને તેને સીસીટીવી ફુટેજ આપવાનો પઇ ઇન્કાર કરી દીધો હતો.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, અમે પુરાવા એકત્ર કરવા માટે મુખ્ય મંત્રી આવાસ ગયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પુછપરછ નથી કરવામાં આવી. ઘણા સીસીટીવીમાં રેકોર્ડિંગ નથી થયું. દિલ્હી પોલીસની ટીમે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં આવાસ પહોંચીને તેને સ્ટાફની પુછપરછ કરી. પોલીસે મોકા એ વારદાત પર પહોંચીને બે કલાક સુધી તપાસ કરી હતી. પોલીસે જણાવ્યું કે તેણે 21 સીસીટીવી કેમેરા સીઝ કર્યા છે. પોલીસે સીસીટીવી ફુટેજ સાથે છેડછાડ થઇ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. પોલીસનાં અનુસાર મુખ્યમંત્રી આવાસ પર હાલનાં કેમેરાઓનું ટાઇમિંગ 40 મિનિટ 42 સેકન્ડ પાછળ ચાલી રહ્યું છે.

દિલ્હી પોલીસે તપાસનું કારણ જણાવતા કહ્યું કે તેઓ ક્રાઇમ સીન જોવા માંગતા હતા. નોર્થ દિલ્હી ડેપ્યુટી એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (ADCP) હરેન્દ્ર કુમાર સિંહનાં અનુસાર તેમણે મુખ્યમંત્રી આવાસથી 20 તારીખનાં સીસીટીવી ફુટેજ આપવ કહ્યું હતું પરંતુ કોઇ જવાબ નહી આવતા પોલીસ અને ફોરેન્સીક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીસીટીવી 40 મિનિટ પાછળ ચાલતા હોવાની વાત સામે આવ્યા બાદ 21 સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવ્યા હતા. 

— ANI (@ANI) February 23, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news