માર્કશીટ કૌભાંડ: 20 હજાર રૂપિયાની ફી ભરીને મળતી યુનિવર્સીટીની ‘નકલી માર્કશીટ’

શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશ ભરની બોગસ માર્કશીટ બનાવતા બે શખ્સોને ઝડપી પાડી નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની આ મામલે ધરપકડ કરીને કેટલા લોકોને આ પ્રકારે બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની તપાસ હાથ ધરી છે.  

Updated By: May 29, 2019, 06:58 PM IST
માર્કશીટ કૌભાંડ: 20 હજાર રૂપિયાની ફી ભરીને મળતી યુનિવર્સીટીની ‘નકલી માર્કશીટ’

તૃષાર પટેલ/વડોદરા: શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશ ભરની બોગસ માર્કશીટ બનાવતા બે શખ્સોને ઝડપી પાડી નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની આ મામલે ધરપકડ કરીને કેટલા લોકોને આ પ્રકારે બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની તપાસ હાથ ધરી છે.

વડોદરામાં રહેતા ફરિયાદી પ્રશાંત રાઠોડને શિકાગો જવાનું હોવાથી જાહેર ખબરોમાં નિહાળી તેઓએ અલકાપુરીના વિન્ડર પલાઝાના આઠમા માળે ચાલતા કેપલોન ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ એન મેનેજમેન્ટની ઓફિસે જઇ પૂછપરછ કરી હતી. જેમાં સંચાલક વિરલ જયસવાલ અને નિલય શાહે ફરિયાદીને ત્રણ મહિનાનો કોર્સ કરવા જણાવ્યું હતું. અને 20 હજાર ફી ભરી હતી.

ગરમીનું રોદ્ર સ્વરૂપ: આગમી સાત દિવસ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે

કોર્સ પૂરો થતાં ધોરણ 12નું એડમિટ કાર્ડ,માધ્યમિક શિક્ષા બોર્ડનું સર્ટી ફિકેટ,12 પાસની માર્કશીટ,ટ્રાંસ્ફર સર્ટિફિકેટ,માઈગ્રેશન સર્ટિફિકેટ વગેરે બનાવી આપ્યા હતા. આ તમામ સર્ટિફિકેટ એનરોલ નંબરના આધારે તપાસ કરતા બોગસ હોવાની જાણ થઈ હતી. જેને આધારે ફરિયાદીએ ડીસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

દેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ડીસીબીએ કેપલોન ગ્રુપના ઓફિસે જઈ રેડ કરતા મોટા પ્રમાણમાં દેશ ભરની વિવિધ યુનિવર્સીટીઓની નકલી માર્કશીટ મળી આવી હતી. જે નિહાળી પોલીસ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે મહારાષ્ટ્ર, ભોપાલ , રાજસ્થાન, વારાણસી સહિતના શહેરોની યુનિવર્સીટીઓની નકલી માર્કશીટ સાથે બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.