રામ મંદિરનો પાયો નાખવા માટે ઓગસ્ટમાં અયોધ્યા જઈ શકે છે PM મોદી

ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સૂત્રોના અહેવાલથી એક મોટી જાણકારી સામે આવી રી છે કે, રામ મંદિરના પૂજન માટે 3 થવા 5 ઓગસ્ટના પીએમ મોદી અયોધ્યા જઇ શકે છે.

Updated By: Jul 15, 2020, 02:15 PM IST
રામ મંદિરનો પાયો નાખવા માટે ઓગસ્ટમાં અયોધ્યા જઈ શકે છે PM મોદી

નવી દિલ્હી: ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સૂત્રોના અહેવાલથી એક મોટી જાણકારી સામે આવી રી છે કે, રામ મંદિરના પૂજન માટે 3 થવા 5 ઓગસ્ટના પીએમ મોદી અયોધ્યા જઇ શકે છે.

3 અથવા 5 ઓગસ્ટના અયોધ્યા જઇ શકે છે PM
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 8 મહિનામાં હવે રામ મંદિર નિર્માણ શરૂ થવાનો શુભ સમય આવી રહ્યો છે. ભૂમિ પૂજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ અથવા પાંચ ઓગસ્ટના અયોધ્યા જઇ શકે છે.

આ પણ વાંચો:- કોરોનાને લઇ નવા સંસોધનમાં આ વાત આવી સામે, તમારા માટે જાણવા જેવું

તેની વિસ્તૃત રૂપરેખાની સાથે જાહેરાત ટ્રસ્ટની 18 જુલાઇની બેઠકમાં થઈ શકે છે. શ્રીરામજન્મભૂમિ ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર અ.યોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં ભૂમિ પૂજન કરી પ્રધાનમંત્રી ભવ્ય મંદિર નિર્માણનું વિધિવત શરૂઆત કરશે.

પીએમ મોદી સાથે કેટલાક પસંદગીના લોકો થશે સામેલ
આ સમય દરમિયાન કેટલાક પસંદ કરેલા કેન્દ્રીય મંત્રીઓ તેમની સાથે જોડાશે. કોરોનાને ધ્યાનમાં રાખીને, ભૂમિપૂજન કાર્યમાં કોઈ ભીડ અથવા સમારોહ યોજાશે નહીં.

આ પણ વાંચો:- CBSE 10th Result 2020: જાહેર થયું સીબીએસઈ ધો. 10નું રિઝલ્ટ, આ રીતે ચેક કરો સ્કોર કાર્ડ

રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે પીએમ નરેન્દ્ર મોદીને અયોધ્યાની મુલાકાત માટે પત્ર લખ્યો હતો. ટ્રસ્ટ પ્રમુખે એમ પણ લખ્યું છે કે વર્ચુઅલ અથવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નહીં પણ મોદી સ્વંય અયોધ્યામાં આવે અને રામ મંદિર નિર્માણનો પાયો નાખે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું હતું કે અમે ટ્રસ્ટ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તેમને રામ મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ મોકલ્યું છે. નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે અમે પ્રધાનમંત્રીને ખાતરી આપી હતી કે આખો કાર્યક્રમ ખૂબ જ સરળ રહેશે અને ખાસ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભીડ એકઠી નહીં થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube