પુલવામાઃ હિન્દુઓ માટે મંદિર બનાવી રહ્યા છે મુસલમાન, સોહાર્દનું અનોખું ઉદાહરણ

પુલવામા શહેર તાજેતરમાં જ અખબારોમાં તેની નજીક આવંતીપોરામાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના કારણે ચર્ચામાં રહ્યું છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે આતંકવાદનો ભોગ બનેલા આ શહેરમાં મુસલમાન અને પંડિત ભેગામળીને 80 વર્ષ જૂના મંદિરનો જિર્ણોદ્ધાર કરાવી રહ્યા છે
 

પુલવામાઃ હિન્દુઓ માટે મંદિર બનાવી રહ્યા છે મુસલમાન, સોહાર્દનું અનોખું ઉદાહરણ

જમ્મુઃ પુલવામા શહેર તાજેતરમાં જ અખબારોમાં તેની નજીક આવંતીપોરામાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના કારણે ચર્ચામાં રહ્યું છે. હવે તે એક બીજી જ બાબત માટે ફરીથી ચર્ચામાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આતંકવાદનો ભોગ બનેલા આ શહેરમાં મુસલમાન અને પંડિત ભેગામળીને 80 વર્ષ જૂના મંદિરનો જિર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. તાજેતરમાં જ દેશભરમાં કાશ્મીરીઓ પર થઈ રહેલા હુમલાને કારણે આ કામ અટકી ગયું હતું. આ મંદિરની બાજુમાં જ એક મસ્જિદ પણ આવેલી છે. 

ધાર્મિક સોહાર્દ માટે હિન્દુ-મુસ્લિમોએ ભેગા મળીને હાથ મિલાવ્યા અને પુલવામાના અચન ગામમાં આ પ્રાચીન મંદિરનું નવનિર્માણ કાર્ય શરૂં કર્યું છે. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલા બાદ શિવરાત્રીના દિવસે બંને સમાજના લોકો એક્ઠા થયા હતા અને મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું હતું. 

મંદિરનું કામ શરૂ થતા સમયે પારંપરિક કાશ્મીરી કેવા ચા પીરસનારા મુસલમાનો સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું. મંદિરની બરાબર બાજુમાં જ એક જામિયા મસ્જિદ પણ આવેલી છે. મંદિરના નવનિર્માણ સાથે સંકળાયેલા મુસલમાનોએ જણાવ્યું કે, તેઓ અઝાનની સાથે જ મંદિરના ઘંટનો અવાજ પણ સાંભળવા માગે છે. 

અચન ગામના રહેવાસી મોહમ્મદ યુનુસે જણાવ્યું કે, અમારી હાર્દિક ઈચ્છા છે કે એ જૂનું વાતાવરણ ફરીથી ઊભું થાય જે 30 વર્ષ પહેલા હતું. અહીં એક તરફ મંદિરમાં ઘંટનો અવાજ આવતો હતો અને બીજી તરફ મસ્જિદમાંથી અઝાન સંભળાતી હતી. તેમણે જણાવ્યું કે, 1990ના પલાયન બાદ ગામમાં માત્ર એક પંડિત પરિવાર છે, જેના માટે આખો મુસ્લિમ સમાજ એક્ઠો થયો છે અને મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું છે. 

ગામના લોકોએ જણાવ્યું કે, પંડિત પરિવાર દ્વારા મસ્જિદની વક્ફ સમિતિનો સંપર્ક કરાયા બાદ મંદિરનું પુનઃનિર્માણ શરૂ કરાયું છે. કેમ કે આ મંદિર ઘણું તુટી ગયું હતું. ગામના પંડિત ભૂષણ લાલે જણાવ્યું કે, અમારા પડોશી મુસલમાન ભાઈ આ કામ કરી રહ્યા છે, કેમ કે તેઓ આ મંદિરને પોતાના ધાર્મિક સ્થાન કરતાં પણ વધુ પવિત્ર માને છે. તેઓ મુશ્કેલીના સમયમાં પણ દરેક સમયે અમારા હિન્દુ પરિવારની પડખે ઊભા રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news