ફ્રાંસથી ભારત માટે રાફેલે ભરી ઉડાન, જાણો અંબાલામાં જ કેમ કરવામાં આવશે તૈનાત

લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં હવે ફ્રાંસ નિર્મિત રાફેલ (Rafale) લડાકૂ વિમાન વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે. વિમાનોની તૈનાતી માટે હરિયાણાના અંબાલા એરબેસની પસંદગી કરવામાં આવી છે. 

ફ્રાંસથી ભારત માટે રાફેલે ભરી ઉડાન, જાણો અંબાલામાં જ કેમ કરવામાં આવશે તૈનાત

અંબાલા: લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં હવે ફ્રાંસ નિર્મિત રાફેલ (Rafale) લડાકૂ વિમાન વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે. વિમાનોની તૈનાતી માટે હરિયાણાના અંબાલા એરબેસની પસંદગી કરવામાં આવી છે. આ જગ્યા પાકિસ્તાન (Pakistan) અને ચીનની સીમાથી 220 થી 300 કિમી દૂર પર છે. આમ કરીને ભારતે આક્રમક ચીન સાથે પાકિસ્તાને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ચીનના ઇશારે કોઇપણ પ્રકારનું દુસ્સાહસ કર્યું તો તેના પર પલટવાર કરવામાં ભારત રાહ જોશે નહી. 

તમને જણાવી દઇએ કે ભારતીય વાયુસેનાના પાંચ ઓપરેશનલ કમાંન્ડ છે. આ સાથે જ વાયુસેનાના એક-એક મેન્ટેનેંસ એક ટ્રેનિંગ કમાંડ પણ છે. આ કમાંડ પાસે રાજસ્થાનથી માંડીને જમ્મૂ કાશ્મીર સુધી પાકિસ્તાન સુધી સામનો કરવાની જવાબદારી છે. સાથે જ લદ્દાખના વિસ્તારમાં ચીન સાથે બે-બે હાતહ કરવાની જવાબદારી પણ આ કમાંડ પાસે છે.

પશ્વિમી વાયુસેના કમાંડે આ બંને દુશ્મનોનો સામનો કરવા માટે આદમપુર, અંબાલા, ચંદીગઢ, હલવાર, હિંડન, લેહ, પાલમ, શ્રીનગર અને પઠાણકોટમાં એરબેસ બનાવ્યું છે. આ એરબેસની મદદ માટે અમૃતસર, સિરસા અને ઉધમપુરમાં ફોરવર્ડ બેસ સપોર્ટ યૂનિટ (FBSUs) બનાવવામાં આવ્યું છે.
 

— India in France (@Indian_Embassy) July 27, 2020

અંબાલા એરબેસ પર જગુઆર વિમાનો (SEPECAT Jaguar) ની સ્કવાડ્રન તૈનાત છે. તો બીજી તરફ દુશ્મનના હવાઇ હુમલાનો સામનો કરવા માટે અહીં એર ડિફેન્સ સિસ્ટમના રૂપમાં વાયુસેના મિગ-21 અને 29 લડાકૂ વિમાન તૈનાત છે.   

ચીનનો સામનો કરવ માટે જ્યારે રાફેલ લડાકુ વિમાનોની તૈનાતીની વાત શરૂ થઇ તો વાયુસેના પાસે લેહ અને શ્રીનગર એરબેસ જેવા વિકલ્પ હાજર હતા. જ્યાં તેમને તૈનાત કરવામાં આવી શકે છે. પરંતુ ખૂબ સમજ્યા વિચાર્યા બાદ રાફેલ માટે અંબાલા એરબેસને પસંદ કરવામા6 આવ્યું. આમ કરવા પાછળ અંબાલાની રણનીતિક લોકેશનને મહત્વપૂર્ણ રહી.

જોકે અંબાલા શહેર પાકિસ્તાનથી ફક્ત 220 કિલોમીટર દૂર છે. તો તિબ્બતની સીમા પણ 300 કિલોમીટર દૂર છે. એવામાં આ એરબેસ પર રાફેલની તૈનાતીથી વાયુસેના ચીન અને પાકિસ્તાન બંનેને સરળતાથી કાઉન્ટર કરી શકે છે. અંબાલામાં રાફેલના 18 વિમાન તૈનાત કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્ક્વાડ્રન પશ્વિમ બંગાળ હાશિમારા એરબેસ પર તૈનાત કરવામાં આવશે. 
 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news