સુભાષ ચંદ્ર બોઝની જયંતી પ્રસંગે ટ્વીટ કરીને ફરી ટ્રોલ થયા રાહુલ ગાંધી! જાણો ક્યાં થાપ ખાઇ ગયા

નેતાજીનાં પરિવારે રાહુલ ગાંધીનાં ટ્વીટને ડિલીટ કરવાની સાથે સાથે દેશની માફી માંગવા માટેની પણ માંગ કરી છે

સુભાષ ચંદ્ર બોઝની જયંતી પ્રસંગે ટ્વીટ કરીને ફરી ટ્રોલ થયા રાહુલ ગાંધી! જાણો ક્યાં થાપ ખાઇ ગયા

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક વાર ફરીથી ખોટુ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થયા છે. 23 જાન્યુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષે દેશની આઝાદીમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવનારા સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પ્રસંગે તેમને શ્રદ્ધાંજલી આપતા ટ્વીટ કર્યું. રાહુલ ગાંધીએ પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની જયંતી પ્રસંગે તેમને શત્ શત્ ન્મન. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ નેતાજીની એક તસ્વીર પણ લગાવી હતી. જેમાં નેતાજીની જનમ તારીખ 23 જાન્યુઆરી, 1897 અને મૃત્યુની તારીખ 18 ઓગષ્ટ 1945 દેખાડી હતી. 

રાહુલ ગાંધીના આ ટ્વીટ બાદ નેતાજીનાં પરિવારે તેમને માફી માંગવા કહ્યું છે. અસલમાં નેતાજીનો પરિવાર દશકોથી તે વાત માનવા તૈયાર નથી કે તેમનું મૃત્યુ 18 ઓગષ્ટ , 1945)નાં રોજ કથિત વિમાન દુર્ઘટનામાં થયું હતું. નેતાજીનાં પ્રપૌત્ર અને બંગાળ ભાજપનાં નેતા ચંદ્ર બોઝે રાહુલ ગાંધીને તત્કાલ આ ટ્વીટ ડિલીટ કરવાની માંગ કરતા તેને જાણીબુઝીને ઇતિહાસ સાથે છેડછાડનો પ્રયાસ ગણાવ્યો છે. ચંદ્ર કુમાર બેઝો પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, ભારતની જનતા ઇતિહાસ સાથે છેડછાડ કરવા માટે રાહુલ ગાંધીની માફીની માંગ કરે છે. 

વર્ષ 2015માં પશ્ચિમ બંગાળ સરકારની તરફથી ગત્ત દિવસોમાં જાહેર કરવામાં આવેલા નેતાજી બોઝ સાથે જોડાયેલા કેટલાક ગુપ્ત દસ્તાવેજ અનુસાર સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝ વર્ષ 1948માં ચીનનાં મનચુરિયામાં એક સ્થળ પર જીવીત હતા. તેમનાં વિશ્વસ્ત સહયોગીઓમાંથી એક દેબનાથ દાસે તે સમયે દાવો કર્યો હતો. 

બહાર પડાયેલા દસ્તાવેજો અનુસાર ફાઇલ નંબર 22માં દેબનાથ દાસ સહિત આઇએનએનાં નેતાઓ અંગે બંગાળ સરકાર (ડેપ્યુટી કમિશ્રર ઓફ પોલીસનું કાર્યાલય) તરફથી એકત્ર થયેલી ગુપ્ત માહિતી અંગે તે વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત છે કે આશરે 13000 પેજનાં નેતાજી બોઝ સાથે જોડાયેલી 64 ફાઇલો ગત્ત દિવસોમાં જાહેર કરવામાં આવી હતી જેની તપાસ પરથી જાણવા મળ્યું કે, આઝાદ ભારતમાં તેમનાં પરિવારનાં કેટલાક સભ્યોની જાસુસી કરાવવામાં આવી હતી. જો કે ફાઇલોનાં અભ્યાસ પરથી હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે શું સાચે જ તેમનું મોત 1945માં થયું હતું કે કેમ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news