Rahul Gandhi એ ઈશારામાં PM Modi ને કહ્યા Dictator, ટ્વીટ કરીને જણાવ્યા 7 તાનાશાહના નામ

કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ઈશારા ઈશારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને તાનાશાહ કહી દીધા છે. તેમણે ટ્વીટ કરીને M થી શરૂ થતા 7 તાનાશાહના નામ ગણાવ્યાં. 

Rahul Gandhi એ ઈશારામાં PM Modi ને કહ્યા Dictator, ટ્વીટ કરીને જણાવ્યા 7 તાનાશાહના નામ

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ઈશારા ઈશારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને તાનાશાહ કહી દીધા છે. તેમણે ટ્વીટ કરીને M થી શરૂ થતા 7 તાનાશાહના નામ ગણાવ્યાં. 

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું કે શાં માટે અનેક તાનાશાહના નામ એવા છે જે M થી શરૂ થાય છે? ટ્વીટમાં રાહુલ ગાંધીએ 7 નામ પણ ગણાવ્યાં જેમાં માર્કોસ, મુસોલિની, મિલોસેવી, મુબારક, મોબુતુ, મુશર્રફ અને માઈકોમ્બરોના નામ પણ સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદીના નામમાં પણ M આવે છે. જેથી એવું કહેવાય છે કે તેમણે ઈશારા ઈશારામાં પીએમ મોદી (PM Narendra Modi) વિશે પણ વાત કરી છે. 

Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
Micombero

— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021

અત્રે જણાવવાનું કે હાલમાં મ્યાન્મારમાં સૈન્ય તખ્તાપલટ જોવા મળ્યો છે. મ્યાન્મારના સેના પ્રમુખનું નામ પણ મિન આંગ લાઈંગ (Min Aung Hlaing) છે. જે અંગ્રેજીના M અક્ષરથી શરૂ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news