'મનમોહન સિંહે ત્રણવાર કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક, પણ ક્યારેય રાજકીય ફાયદો નથી ઉઠાવ્યો'

રાજસ્થાનમાં 6 દિવસ બાદ ચૂંટણી થનારી છે. રાજ્યની 200 ઉપર વિધાનસભા બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

'મનમોહન સિંહે ત્રણવાર કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક, પણ ક્યારેય રાજકીય ફાયદો નથી ઉઠાવ્યો'

નવી દિલ્હી: રાજસ્થાનમાં 6 દિવસ બાદ ચૂંટણી થનારી છે. રાજ્યની 200 ઉપર વિધાનસભા બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. રાજસ્થાનમાં છેલ્લા 20 વર્ષથી એવું જોવા મળ્યું કે દર પાંચ વર્ષે સત્તા બદલાઈ છે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આમ છતાં કોંગ્રેસ કોઈ જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનમાં જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. રાહુલ ગાંધી અલવર, હનુમાનગઢ, ભીલવાડા અને ઉદયપુરમાં ચૂંટણી જનસભાને સંબધોન કરશે. આ અગાઉ તેમણે ઉદયપુરમાં બિઝનેસ કોમ્યુનિટી પ્રોફેશ્નલ્સ મીટ દરમિયાન વેપારીઓ સાથે વાત કરી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક ભ્રમ છે કે પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાઓ સારી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું વિઝન ક્લીયર છે. સરકારી શિક્ષણ સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલો વગર દેશ ચાલી શકે નહીં. તેમણે કહ્યું કે શું તમે જાણો છો કે પીએમ મોદીની જેમ મનમોહન સિંહ પણ ત્રણવાર સર્જિકલ સ્ટ્રાઈક કરાવી હતી. રાહુલે કહ્યું કે આર્મી તત્કાલિન પીએમ મનમોહન સિંહ પાસે આવી અને કહ્યું કે પાકિસ્તાને જે કર્યું છે તેને અમે પાઠ ભણાવવા માંગીએ છીએ. પરંતુ આર્મીએ એમ પણ કહ્યું કે અમે અમારા ઉદ્દેશ્યો માટે તેને સીક્રેટ રાખવા માંગીએ છીએ. 

— ANI (@ANI) December 1, 2018

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે તેમણે આર્મીની સર્જિકલ સ્ટ્રાઈકને પોતાના રાજકારણ માટે ઉપયોગ કર્યો. જ્યારે આ ફેસલો તો સંપૂર્ણ રીતે આર્મીનો હતો. તેમનું ઓપરેશન હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુ ધર્મનો સાર શું છે. ગીતા શું કહે છે. દરેક પાસે જ્ઞાન છે. તમારી પાસે જ્ઞાન છે. દરેક જણ પાસે જ્ઞાન છે. આપણા વડાપ્રધાન કહે છે કે તેઓ એક હિન્દુ છે. પરંતુ તેઓ હિન્દુ ધર્મના પાયાને સમજતા નથી. આખરે તેઓ કયા પ્રકારના હિન્દુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news