રાકેશ મારિયાના પુસ્તકમાં વધુ એક મોટો ખુલાસો, કોંગ્રેસ-એનસીપીની સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

રાકેશ મારિયાએ વિલાસરાવ દેશમુખની સરકારમાં તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન એનસીપી નેતા છગન ભુજબલ પર પોલીસ તપાસમાં દખલઅંદાજી કરવાનો આરોપ લગાવ્યો છે. 

Updated By: Feb 22, 2020, 05:15 PM IST
રાકેશ મારિયાના પુસ્તકમાં વધુ એક મોટો ખુલાસો, કોંગ્રેસ-એનસીપીની સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

દિલ્હીઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા (Rakesh Maria)એ પુસ્તકમાં વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પોતાના પુસ્તક 'લેટ મી સે ઈટ નાઉ'માં રાકેશ મારિયાએ કોંગ્રેસ-એનસીપીની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

રાકેશ મારિયાએ વિલાસરાવ દેશમુખની સરકારમાં તત્કાલીન ઉપ મુખ્યપ્રધાન એનસીપી નેતા છગન ભુજબલ પર પોલીસ તપાસમાં દખલઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. મારિયાના પુસ્તક પ્રમાણે, 'ડિસેમ્બર 1999માં એક કેસમાં નાયબ મુખ્યપ્રધાનના મન પ્રમાણે કાર્યવાહી ન થવાને કારણે તત્કાલીન કોંગ્રેસ એનસીપી સરકારે મારિયાની બદલી કરી દીધી હતી.'

તમને જણાવી દઈએ કે રાકેશ મારિયા 1999માં નોર્થ વેસ્ટ રીઝનના એડિશનલ કમિશનર હતા. બાંદ્રા રેસ્ટોરન્ટમાં કેટલાક મજબૂત લોકોએ હોટલ સ્ટાફની સાથે તે માટે મારપીટ કરી હતી કારણ કે તેને બિલ ભરવા માટે કહેવામાં આવ્યું હતું. મામલાની ફરિયાદ નોંધાવા પર તત્કાલીન ઉપ મુખ્યપ્રધાને મારિયાને ફોન કરી ઈશારો આપ્યો હતો કે આરોપીઓ વિરુદ્ધ દાખલ ફરિયાદ ખોટી છે. તેથી તે ફરિયાદને વધુ મહત્વ ન આપવામાં આવે. 

તેમ છતાં મારિયાના આદેશ પર પોલીસે ફરિયાદ નોંધી કથિત મજબૂત લોકોની નવેમ્બર 1999માં ધરપકડ કરી હતી. તે માટે મારિયાની બદલી કરી દેવામાં આવી હતી. તેમને રેલવે કમિશનર પદે મોકલી દેવામાં આવ્યા હતા. આ એક એવું પોસ્ટિંગ હતું જેને ડિમોશન માનવામાં આવતું હતું. જ્યારે નિયમ પ્રમાણે તેમણે નોર્થ વેસ્ટ રીઝનમાં ઓછામાં ઓછા બે વર્ષ સેવા આપવાની હતી, પરંતુ માત્ર 13 મહિનામાં તેમની બદલી કરી દેવામાં આવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...