તમે સાંભળ્યું કે નહીં! PM મોદીએ શેર કર્યું દેશમાં ધૂમ મચાવનાર ગીત, જાણો કોણ છે સ્વાતિ મિશ્રા?

અયોધ્યાની ઓળખ આમ તો ભગવાન રામની નગરી તરીકેની જ છે, પણ અત્યારે રાહ જોવાઈ રહી છે રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની. આ અવસરે ગાયિકા સ્વાતિ મિશ્રાએ ગાયેલું આ ગીત દેશભરમાં વખણાઈ રહ્યું છે. ગીત એટલું લોકપ્રિય બન્યું છે કે યુ ટ્યુબ પર લોકોએ 4 કરોડ 20 લાખથી વધુ વખત ગીત જોયું છે.

તમે સાંભળ્યું કે નહીં! PM મોદીએ શેર કર્યું દેશમાં ધૂમ મચાવનાર ગીત, જાણો કોણ છે સ્વાતિ મિશ્રા?

ઝી બ્યુરો/નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ દેશભરમાં આ માટેનો ઉત્સાહ વહી રહ્યો છે. 22મી જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓ સમગ્ર દેશમાં થઈ રહી છે. ઐતિહાસિક મહોત્સવ માટે અયોધ્યામાં અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીના એક ટ્વિટથી લોકોના ઉત્સાહમાં વધારો થયો છે.

અયોધ્યાની ઓળખ આમ તો ભગવાન રામની નગરી તરીકેની જ છે, પણ અત્યારે રાહ જોવાઈ રહી છે રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની. આ અવસરે ગાયિકા સ્વાતિ મિશ્રાએ ગાયેલું આ ગીત દેશભરમાં વખણાઈ રહ્યું છે. ગીત એટલું લોકપ્રિય બન્યું છે કે યુ ટ્યુબ પર લોકોએ 4 કરોડ 20 લાખથી વધુ વખત ગીત જોયું છે. લોકોના પોતાના ફોનમાં રિંગટોન તરીકે પણ આ ગીતનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ગીત શેર કર્યુ છે. સ્વાતિ મિશ્રાની ગાયકીના વખાણ કરતા પ્રધાનમંત્રીએ ગીતને મંત્રમુગ્ધ કરી દેનારું ગણાવ્યું છે.

— Narendra Modi (@narendramodi) January 3, 2024

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે 18 દિવસનો સમય બાકી છે, ત્યારે અયોધ્યામાં તૈયારીઓને વેગ મળ્યો છે. દેશની એકબાદ એક મોટી નદીઓનું પાણી અયોધ્યા પહોંચી રહ્યું છે. બુધવારે અસમની કલિંગ નદીના જળ સાથેના કળશ અયોધ્યા પહોંચાડવામાં આવ્યા. આ કળશને અન્ય નદીઓના પાણીના કળશ સાથે યજ્ઞશાળામાં રાખવામાં આવ્યા છે. 22મી જાન્યુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આ જળ ઉપયોગમાં લેવાશે...

અયોધ્યાની સફર કરાવવા યાત્રિકો અને પ્રવાસીઓ માટે ઇકો ફેંડ્લી ગોલ્ફ કાર શરૂ કરાઈ છે. બેટરીથી ચાલતી આ કારની સેવા હાલ હનુમાનગઢી, રામ મંદિર અને સરયુ નદી સહિતના 6 સ્થળો પર કરવામાં આવી છે. કારમાં એક સાથે 6 લોકો બેસી શકે છે. વ્યક્તિ દીઠ ચાર્જ 100 રૂપિયા છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગ માટે ગુજરાતમાંથી ઘણી ભેટ પહોંચાડવામાં આવી છે. અમદાવાદમાં તૈયાર કરાયેલો વિશાળ ધ્વજદંડ, નગારુ અને અજય બાણ અયોધ્યા પહોંચી ગયા છે...ત્યારે હવે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટેનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે. અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું જળ, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુના પ્રસાદ સાથેના 20 હજાર પ્રસાદીના બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 22મી જાન્યુઆરી જેમ જેમ નજીક આવશે તેમ તેમ તૈયારીઓને વેગ મળશે. જે રીતે દેશભરમાંથી ભેટ અયોધ્યા પહોંચી રહી છે, જેને જોતાં કહી શકાય કે પ્રાણ પ્રતિષ્ઠા વખતે અયોધ્યામાં ભારતની વિવિધતાના પણ દર્શન થશે...

કોણ છે સ્વાતિ મિશ્રા
સ્વાતિ મિશ્રા હાલમાં યુટ્યુબથી ગ્રો કરી રહી છે. હાલમાં તેઓ તેમની ત્રણ ચેનલો દ્વારા સમાચારમાં રહે છે. એક ચેલન પર તે ભોજપુરી કન્ટેન્ટ શેર કરે છે અને બીજી માત્ર ભજન સાથે સંબંધિત છે. તમામ ચેનલો પર લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. સ્વાતિ મિશ્રાએ પોતાની ક્રિએટિવિટી અને મ્યુઝિક કમ્પોઝિશન વડે ગીતોને બદલીને નવો ફ્લેવર આપ્યો છે. આ જ કારણ છે કે તે આજની પેઢી સાથે પોતાની જાતને વધુને વધુ જોડે છે. ‘રામ આયેંગે’ પહેલા તેમના ગીત ‘તોસે સજના’ અને ‘કહાની સુનો’ ઘણા વાયરલ થયા હતા.

સિંગર સ્વાતિ મિશ્રા બિહારના છપરા સદરના માલા ગામના રહેવાસી છે. તેમણે છપરામાંથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આવી ગયા. અહીંથી સ્વાતિએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, સ્વાતિએ કારકિર્દી તરીકે ગાયન પસંદ કરવાનું નક્કી કર્યું અને માયાનગરી આવી ગયા. ત્યારથી અત્યાર સુધી તે મુંબઈમાં છે અને પોતાની કારકિર્દી બનાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news