Heavy rain in India: વરસાદે પહાડી વિસ્તારોમાં મચાવ્યો હાહાકાર, દિલ્હીમાં પણ 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

કુદરતના પ્રકોપથી પહાડી વિસ્તારોમાં લોકો થર થર કાંપી રહ્યા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી રહી છે જેણે હિમાચલ પ્રદેશની સૂરત બગાડી નાખી છે.

Updated By: Jul 31, 2021, 11:56 AM IST
Heavy rain in India: વરસાદે પહાડી વિસ્તારોમાં મચાવ્યો હાહાકાર, દિલ્હીમાં પણ 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: કુદરતના પ્રકોપથી પહાડી વિસ્તારોમાં લોકો થર થર કાંપી રહ્યા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી રહી છે જેણે હિમાચલ પ્રદેશની સૂરત બગાડી નાખી છે. ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનના કારણે અહીં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. શુક્રવારે સવારે નાહનમાં પાવટા-શિલાઈ વચ્ચે નેશનલ હાઈવે (NH 707) પર લેન્ડસ્લાઈડ થવાના કારણે અનેક લોકો મુસીબતમાં મૂક્યા તો તેમણે ભાગીને જીવ બચાવ્યા. 

કુલ્લુમાં મણિકર્ણની પાસે બ્રહ્મગંગામાં આવેલા પૂરમાં તણાઈ ગયેલા 4 લોકોની શોધ ચાલુ છે. જ્યારે લાહોલના તોજિંગ નાલામાં વહી ગયેલા 3 લોકોની હજુ ભાળ મળી નથી. 

તબાહીના નિશાન
27 જુલાઈના રોજ અચાનક વાદળ ફાટ્યા બાદ લાહોલ સ્પીતિમાં મચેલી તબાહીના નિશાન હજુ પણ ત્યાં જોવા મળે છે. અહીં તોજિંગનાળા સહિત 6 નાળામાં અચાનક આવેલા પૂરે કહેર વર્તાવ્યો. રસ્તા ધોવાઈ ગયા અને પુલ વહી ગયા. જેની ઝપેટમાં અનેક લોકો આવી ગયા જેમાંથી 100થી વધુ તો પર્યટકો સામેલ હતા. અનેક લોકોને બચાવવાનું કામ યુદ્ધના સ્તરે ચાલુ છે. 

સીએમ કરી રહ્યા છે નિગરાણી
આ સૌથી મોટા રેસ્ક્યૂ ઓપરેશનનું મોનેટરિંગ પ્રદેશના મુખ્યમંત્રી પોતે કરી રહ્યા છે. મુસીબતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કોશિશોની સતત સમીક્ષા કરી રહ્યા છે. આ મુહિમ દરમિયાન ઉદયપુર વિસ્તારમાં પસાયેલા લગભગ 150 પર્યટકોને અસ્થાયી પુલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યૂ ઓપરેશનને હિમાચલ પ્રદેશ પોલીસ, હોમગાર્ડ્સ અને ફાયર બ્રિગેડના જવાનોએ અંજામ આપ્યો. 

નેશનલ હાઈવે નંબર 707 જમીનદોસ્ત
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નાહનમાં નેશનલ હાઈવે નંબર 707 જમીનદોસ્ત થઈ ચૂકયો છે. સતત વરસાદ અને ત્યારબાદ ભૂસ્ખલનના કારણે રસ્તો નાશ પામ્યો. હાઈવેનો આ ભાગ ચંડીગઢને દહેરાદૂન સાથે જોડનારો મુખ્ય રસ્તો છે. અહીં સ્થિતિ એી છે કે આ અકસ્માતે થોડો સમય આપ્યો તો લોકો પોતાનો જીવ બચાવી શક્યા. પથ્થરો ધસી પડવાના કારણે ગાડીઓ થોડા અંતરે રોકાઈ ગઈ આથી મોટી દુર્ઘટના ટળી.

ATM Card ઘરે ભૂલી ગયા છો? આ બેંક આપે છે કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા, જાણો કેવી રીતે 

કાશ્મીર ખીણમાં પણ હાહાકાર
કુદરતના પ્રકોપથી કાશ્મીર ખીણ પણ કાંપી ઉઠી છે. શુક્રવારે અચાનક ગાંદરબલના નુનાર વિસ્તારમાં વાદળ ફાટવાથી લોકોની મુસીબતો વધી ગઈ. પાણીનો પ્રવાહ શ્રીનગર-લેહ રાજમાર્ગ પર આવી ગયો. અનેક ઘરો તબાહ થઈ ગયા. પાક બરબાદ થઈ ગયો અને હવે  લોકોને પાણી ઉતરવાનો ઈન્તેજાર છે. 

મેદાની વિસ્તારોમાં પણ પરેશાની
પહાડી વિસ્તારોમાં તો સ્થિતિ ચિંતાજનક છે પણ મેદાની વિસ્તારમાં પણ કઈક એવી જ સ્થિતિ છે. દિલ્હીમાં વરસાદે છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પહેલા તો વરસાદ જ નહતો પડતો અને હવે જ્યારે શરૂ થયો છે તો અટકવાનું નામ નથી લેતો. 

Coronavirus થી થતા મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આફત
હવામાન ખાતાએ ઝાલાવાડ અને બારાના કેટલાક વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કરી છે. જ્યારે જયપુર, અજમેર, ટોંક, સવાઈ માધોપુર, ભિલવાડા,  બુંદી, કોટા અને બારાના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. 

એ જ રીતે મધ્ય પ્રદેશમાં પણ કેટલીક જગ્યાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. મધ્ય પ્રદેશના 24 જિલ્લામાં અનેક જગ્યાઓ પર ભારે વરસાદ સાથે વીજળી પણ પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube